________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
પ્રીત કિયે દુઃખ હોય “માલતી, પછી એ ચોરને પકડવા કોઈ તૈયાર નહીં થયું હોય?'
કુમાર, ઘણા બધા તૈયાર થયા. પણ જે જે તૈયાર થયા.. તે બધા જ લુટાયા! નગરમાં હાહાકાર વર્તાઈ ગયો. છેવટે મહામંત્રીએ ચોરને પકડવાની હામ ભીડી... મહામંત્રીએ શેરીએ શેરીએ સૈનિકો ગોઠવી દીધા. નગરના ચારે દરવાજા પર શસ્ત્રસજ્જ સૈનિકો બેસાડી દીધા... ને પોતે નગરના ચાર રસ્તા ઉપર તંબૂ તાણીને બેઠા. ત્યાં રાત્રિના પહેલા પ્રહરમાં ત્યાંથી એક મહિયારી માથે દહીંનું મટકું લઈને નીકળી. મહામંત્રીએ મહિયારીને બોલાવીને પૂછ્યું: તારા મટકામાં શું છે?' મહિયારીએ મટકું બતાવ્યું. મહામંત્રીએ પૈસા આપીને મટકું લીધું અને જોયું તો મટકામાં મદિરા ભરેલી હતી. મહામંત્રીએ તો મદિરા પીધી... સાથે રહેલા સૈનિકોએ પણ મદિરાપાન કર્યું. થોડીવારમાં જ ઘેન ચઢયું મદિરામાં બેભાન કરવાની દવા ભેળવેલી હતી. સહુ બેભાન થઈ ગયા. પેલી મહિયારીએ મહામંત્રીને બેડી પહેરાવી દીધી! પગનાં પગરખાં કાઢીને મુખ પર મૂકી દીધાં. અશુચિ કરી. બધાનાં કપડાં ઉતારી લીધાં ને ચાલી ગઈ! સવાર પડી. મહામંત્રીની ભાળ લેવા મહારાજા પોતે ચાર રસ્તે ગયા. તંબૂમાં જોયું તો મહારાજા પોતે હસી પડ્યા. માણસોએ મહામંત્રીને ઢંઢોળીને જગાડ્યા. મહામંત્રી જાગ્યા. પોતાની દુર્દશા જોઈને લજ્જિત થઈ ગયા.
માલતી, આ ચોરે તો ગજબ કરી દીધો!
એ જ વાત કરું છું ને તમને. મહારાજાને ચિંતા થઈ રહી છે. મને તો લાગે છે કે મહારાજા પોતે એ ચોરને પકડવા પ્રયત્ન કરશે. તો તો ચોરનું આવી બન્યું સમજજો.”
આ ચોરને બુદ્ધિ-બળથી જ પકડી શકાય... અથવા વિદ્યાશક્તિથી પકડી શકાય. ખેર હવે તું સૂઈ જા.'
અને તમે વીણાવાદન કરશો!” વીણાવાદનનું વ્યસન પડી ગયું છે.” ‘તમને વાદનનું વ્યસન પડયું છે ને પેલી કુમારીને શ્રવણનું વ્યસન પડ્યું છે ને..!” માલતી દોડતી પોતાના ખંડમાં ભરાઈ ગઈ.
0
0
0
For Private And Personal Use Only