________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૦૯ દાઢી! ભગવાં કપડાં પહેર્યા, બગીચામાં પહોંચ્યો. ભીમે આવકાર આપ્યો. ભીમ ભગત માણસ છે. તેણે બાબાજીને કહ્યું: “બાબા, મારા ઘેર ભોજન લેવા પધારશો?' બાબાએ આંખો બંધ કરીને ધ્યાન ધરીને કહ્યું: “ભીમા, તારા ઘરે ભોજન કરવા નહીં આવું.' ભીમાએ પૂછયું કેમ નહીં આવો?' બાબાએ કહ્યું: “ભીમા, તારી મા જીવતી ડાકણ છે. તે સૂતેલા માણસનું લોહી ચૂસી લે છે. તારે પરીક્ષા કરવી હોય તો આજે રાત્રે દંડો પાસે રાખીને સૂવાનો ઢોંગ કરીને ખાટલામાં પડ્યો રહેજે.” ભીમો ગયો. એની મા આવી બાબા પાસે, તેણે પણ ભોજનનું નિમંત્રણ આપ્યું. બાબાએ કહ્યું: ‘તારો દીકરો સુરાપાન કરે છે, માટે તારા ઘરનું ભોજન અગ્રાહ્ય છે... તને વિશ્વાસ ન પડતો હોય તો આજે રાત્રે એનું મુખ સંઘજે...” ડોસી ગઈ. પછી ભીમાની પત્ની આવી, બાબા પાસે. તેણે પણ ભોજન માટે આમંત્રણ આપ્યું. બાબાએ કહ્યું: “તારા ઘરમાં પગ જ ન મુકાય.” પત્નીએ પૂછ્યું. “શાથી?”
‘તારો પતિ એની મા સાથે જો વિશ્વાસ ન પડતો હોય તો આજે રાત્રે નજરે જોજે..” અને પત્ની રોષે ભરાણી,
રાત્રે બાબાજી તો ભીમાના ઘરની પાસે જ એક વૃક્ષ નીચે જામી ગયા! મધ્યરાત્રિએ ઘરમાં તોફાન જાગ્યું. ડોસી દીકરાનું મુખ સૂંઘવા દીકરાના ખાટલા પાસે ગઈ. નીચે નમીને દીકરાનું મુખ સુંઘે છે... ત્યાં દીકરો ગભરાયો. ‘જરૂર આ જીવતી ડાકણ છે...” દંડો લઈને ઊભો થઈ ગયો. બીજી બાજુ ભીમાની પત્ની પણ દંડો લઈને છુપાઈને ઊભી હતી. તે પણ ધસી આવી... ને સાસુ ઉપર પ્રહાર કરવા લાગી. ત્રણેય લડતાં-ઝઘડતાં ઘરની બહાર નીકળ્યાં. પેલા બાબાજી ઘરમાં ઘૂસી ગયા.. ઘરમાં જે કંઈ હતું તે લઈને પલાયન થઈ ગયા!
જ્યારે ભીમો બાબાજીને શોધતો એમની જગાએ ગયો... તો બાબાજી ન મળ્યા.... શોધતો શોધતો થાક્યો. ઘરમાં ગયો... તો બધું જ ચોરાઈ ગયેલું જોયું. મોટી પોક મૂકી...' વિમલયશ એટલું હસ્યો કે આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં.
માલતી, તો તો આ નગરમાં આવા બાવાઓથી સાવધાન રહેવું પડશે? સારું થયું કે તારા ઘરવાળાએ એને પકડવાનું બીડું ન ઝડપ્યું..”
કુમાર, એ શું બીડાં ઝડપે... એ તો પાનનાં બીડાં મળે એટલાં ચાવી જાય એવો છે!'
For Private And Personal Use Only