________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પ્રીત કિયે દુઃખ હોય આવું. તને માલામાલ કરી દેશે!” વેશ્યા તો ખુશ થઈ ગઈ. તેણે હા પાડી. ચોર સોદાગર પાસે ગયો. સોદાગરને કહ્યું: ‘તમે પરદેશી મોટા વેપારી છો અને અહીં નગરની બહાર રહો, તે સારું ન કહેવાય. મારી હવેલીએ પધારો... હું આ નગરનો વેપારી છું.'
પેલો સોદાગર પરિવાર સાથે ચોરની સાથે વેશ્યાની હવેલીએ આવ્યો. ખૂબ સારી આગતા-સ્વાગતા કરી.. પછી ચોરે સોદાગરનો વેશ ધારણ કર્યો... વેશ્યા ઓળખી જ ન શકે તેવું રૂપ કર્યું ને વેશ્યા પાસે ગયો. વેશ્યાએ તેને સોદાગર માનીને આદર આપ્યો. ચોરે કહ્યું: “હે પ્રિય, પહેલાં મારે રાજસભામાં જવું છે... મહારાજને મળવું જરૂરી છે... મારાં આભૂષણો બધાં મંજૂષામાં પડેલાં છે. મંજૂષા તારી હવેલીમાં જ પડી છે. તારાં આભૂષણો મને આપ... એ પહેરીને હું રાજસભામાં જઈશ... મારું આટલું કામ કરી દે... પછી હું તારો જ છું.' વેશ્યાએ પોતાના અલંકારો આપ્યા. તે પહેરીને પેલા સોદાગર પાસે ગયો. સોદાગરને કહ્યું: “તમારા પાંચ શ્રેષ્ઠ અશ્વ મને આપો. હું મહારાજા પાસે જાઉં છું. તમારા અશ્વો મહારાજાને બતાવીને સારું મૂલ્ય ઉપજાવીશ.” સોદાગરે પોતાના પાંચ અર્થો આપ્યા. ચોર ઘોડા લઈને પોતાના સ્થાને પહોંચી ગયો... ગયો તે ગયો! રાત પડી ગઈ છતાં શેઠ પાછા ન આવ્યા એટલે સોદાગર વેશ્યા પાસે આવ્યો... ને પૂછ્યું: “તમે કોણ છો?” પેલાએ કહ્યું: “હું પરદેશી સોદાગર છું... ને પેલો વેપારી મને અહીં એની હવેલીએ લઈ આવ્યો છે. વેશ્યાએ કહ્યું: “અરે આ હવેલી તો મારી છે... એ તો મારા અલંકારો લઈને ગયો છે...” સોદાગરે કહ્યું: “મારા પાંચ ઘોડા લઈ ગયો છે...' બન્નેએ પોક મૂકી! વિમલયશ ખડખડાટ હસી પડ્યો. હાસ્યને પરાણે રોકીને તેણે પૂછ્યું : માલતી, નગરમાં આ બધું ચાલી રહ્યું છે.. ને મને તો ખબર જ નથી!'
તમને ક્યાંથી ખબર પડે? તમે સાત દિવસથી રાજસભામાં ગયા જ નથી ને? તમે ભલા ને તમારી વીણા ભલી! પેલી રાજકુમારીને પણ ઘેલી કરી મૂકી..”
ચૂપ રહે! કોઈ ઘેલું થાય... એમાં હું શું કરું? તું તો એ ચોરની વાત કર. હ, પછી શું થયું? ચોર પકડાયો?”
એ ચોર પકડાય? એને પકડવા માટે બગીચાના ચોકીદાર ભીમાએ બીડું ઝડપ્યું. ભીમો ખૂબ બળવાન માણસ છે. હું એને ઓળખું છું. પેલા ચોરને ખબર પડી ગઈ... એણે યોગીનું રૂપ ધર્યું. માથે મોટી જટા અને લાંબી લાંબી
For Private And Personal Use Only