________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૦૭
પુરોહિતની પત્નીએ ઘરની તમામ સંપત્તિ ચોરને આપી દીધી. ચોર તે લઈને પોતાના સ્થાને પહોંચી ગયો! પુરોહિત ઘેર આવ્યો... એની પત્નીએ કહ્યું: 'તમે જલદી છૂટી ગયા? શો અપરાધ કર્યો હતો?'
પુરોહિતે જ્યારે બધી વિગત જાણી. બિચારો... પોક મૂકીને રોયો! રાજસભામાં આવીને મહારાજાને વાત કરી... આખી રાજસભા પેટ પકડીને હસી...’
‘જબરો છે ચોર! પછી શું થયું?' વિમલયશે જિજ્ઞાસા વ્યક્ત કરી.
‘પછી ચોરને પકડવાનું બીડું ઝડપ્યું ધનસાર શેઠે અને એક હજામે! પેલા ચોરે જાણી લીધું કે ધનસાર શેઠ અને હજામે એને પકડવાનું કામ માથે લીધું છે... તે બપોરે હજામત કરાવવા હજામને ઘરે ગયો. હજામે ચોરની હજામત કરીને પૈસા માગ્યા. ચોરે ખીસાં તપાસ્યાં... પૈસા ન નીકળ્યા એટલે તેણે કહ્યું: ‘તારા છોકરાને મારી સાથે મોકલ, તેને હું પૈસા આપીને તુરત જ મોકલું છું.' હજામના છોકરાને લઈને ચોર પેલા ધનસાર શેઠની દુકાને ગયો. ધનસારની કાપડની દુકાન હતી. ચોરે મૂલ્યવાન કાપડ ખરીદીને કહ્યું: ‘આ મારો છોકરો અહીં બેઠો છે... હું ઘેર આ કાપડ મૂકીને આવું છું ને સાથે રૂપિયા લઈને આવું છું.’ હજામના છોકરાને દુકાને બેસાડીને ચોર કાપડ લઈને પોતાના સ્થાને ગયો! ગયો તે ગયો! હજામનો છોકરો ઘેર ન આવ્યો એટલે હજામ છોકરાને શોધવા નીકળ્યો. તેણે શેઠની દુકાને છોકરાને બેઠેલો જોયો... છોકરો બાપને વળગી પડ્યો... જ્યારે શેઠે વિગત જાણી ત્યારે આંખો પહોળી થઈ ગઈ! ‘એ લુચ્ચો ચોર આપણને બન્નેને લૂંટી ગયો... તારે તો હજામતના પૈસા જ ગયા... પણ મારા તો હજારો રૂપિયા ગયા...'
વિમલયશ પેટ પકડીને હસવા લાગ્યો.
‘માલતી, તારો આ ચોર તો ભાઈ, ભારે છે હોં! પછી એ ચોરને પકડવા કોણ ગયું?’
‘એક પરદેશી સોદાગર અને પેલી કામપતાકા વેશ્યા!'
‘હા, વેશ્યાઓ ચતુર હોય છે! એણે ચોરને પકડી લીધો?’
‘અરે, સાંભળો તો ખરા કુમાર! પેલા ચોરને ખબર પડી ગઈ કે એને પકડવાનું બીડું કોણે ઝીલ્યું છે. એણે એક વેપારીનો વેશ પહેર્યો. સુંદર કીમતી વસ્ત્રો પહેર્યાં... ને કામપતાકાના ઘેર ગયો. વેશ્યા ખુશ થઈ ગઈ. તેણે ખૂબ પ્રેમથી આદર આપ્યો. ચોરે કહ્યું: ‘કામપતાકા, નગરની બહાર એક પરદેશી સોદાગર આવેલો છે. શ્રીમંત છે, યુવાન છે... જો તું કહે તો એને અહીં લઈ
For Private And Personal Use Only