________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પ્રીત કિયે દુઃખ હોય અમરનો વિદ્યાભ્યાસ હવે પૂરો થઈ ગયો છે. અનેક કલાઓ મેળવી લીધી છે.. હવે...” ‘હવે તેને હું પેઢી પર લઈ જાઉં...”
“ના, પેઢી પર એની શી જરૂર છે? હજુ એણે એક કળા મેળવવાની બાકી છે!'
કઈ કળા?' શેઠને આશ્ચર્ય થયું. ધર્મકળા!'
શેઠે અમર સામે જોયું...અમરની દૃષ્ટિ મા ઉપર હતી. એ સમજી ગયો હતો કે આ કામ સુંદરીનું છે!
ભલે, ધર્મકળા શીખવી જોઈએ. કોની પાસે શીખશે?” ‘ગુરુદેવ પાસે!” કેમ અમર, તારી શી ઇચ્છા છે?” શેઠે અમરને પૂછયું.
આપની ને મારી માની જે ઇચ્છા હોય તે જ મારી ઇચ્છા!' ધનવતીએ પુત્રના પ્રત્યુત્તરથી ખૂબ આનંદ અનુભવ્યો.
સદભાગ્યે બીજા જ દિવસે નગરમાં એક વિશિષ્ટ જ્ઞાની એવા આચાર્ય પધાર્યા..! ધનવતીએ વંદના કરીને ગુરુદેવને પ્રાર્થના કરી:
ગુરુદેવ, આપ અહીં સ્થિરતા કરવાની કૃપા કરો... આપનાં ચરણોમાં મારો પુત્ર અમર ધર્મબોધ પામવા ઇચ્છે છે.” ગુરુદેવે પ્રાર્થના સ્વીકારી. અમરકુમારે રોજ ગુરુદેવ પાસે જવાનું શરૂ કર્યું.
જ્યારે સુરસુંદરીએ ધનવતી પાસેથી આ સમાચાર જાણ્યા ત્યારે એ આનંદથી ઊછળી પડી.. અને એક દિવસ હવેલીએ પહોંચી ગઈ!
'કેમ, શ્રેષ્ઠીપુત્ર! હવે દીક્ષાનો વરઘોડો ક્યારે?” હવેલી હાસ્યથી ગુંજી ઊઠી!
* ૦
૦
૦
For Private And Personal Use Only