________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
- -
-
-
પ્રીત કિયે દુઃખ હોય
જો સુલભ થઈ જશે તો સંસારનો ત્યાગ કરતાં જરાય વિલંબ નહીં કરું! આ માનવજીવનનું સાફલ્ય એમાં જ રહેલું છે.'
તો પછી આટલી બધી ચોસઠ કળાઓ શા માટે મેળવી? પહેલેથી જ સાધ્વીજી પાસે શિક્ષણ લીધું હોત તો અત્યારે...'
હું સાધ્વી હોત... એમ કહેવું છે ને? પરંતુ જાગ્યા ત્યારથી સવાર! હમણાં તો ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન મેળવવું છે. મારા પિતાજીની અને મારી માની એવી ઇચ્છા છે... અને મને પણ ગમતી વાત છે. ધર્મકળા સિવાયની બીજી બધી કળાઓ અધૂરી છે.'
બેટી, તારી વાત સાચી છે. ધર્મનો બોધ તો જોઈએ જ આપણી પાસે. આ તો સંસાર છે. સંસારમાં સુખ અને દુઃખ આવે ને જાય. એમાં જો ધર્મનો બોધ હોય તો દરેક સ્થિતિમાં જીવ સમભાવમાં રહી શકે. રાગ-દ્વેષ અને મોહથી બચી જાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી જાય.”
સુરસુંદરીને ધનવતીની વાત ખૂબ ગમી ગઈ.
સુંદરી, આપણા નગરમાં છે એવાં સાધ્વીજી. એમનું નામ છે સાધ્વી સુવ્રતા. રાજમહેલની પાસે જ ઉપાશ્રય છે એમનો! ખૂબ પ્રશાંત આત્મા છે. એમનાં દર્શન કરતાં જ તું મુગ્ધ બની જઈશ...'
જો જે. દીક્ષા ન લેતી! અમરકુમારે મજાક કરી અને ઊભો થઈ ખંડની બહાર ચાલ્યો ગયો. સુરસુંદરીના મુખ પર સ્મિત રમી ગયું. ધનવતી હસી પડી.
“સુંદરી, તારો આ નિર્ણય જાણીને મને ખૂબ આનંદ થયો. હું અમરના પિતાજીને વાત કરીશ... જો કોઈ એવા ગુરુદેવનો સંયોગ મળી જાય તો અમરને પણ ધાર્મિક અધ્યયન કરાવીએ.”
હા, માતાજી, આપ જરૂર વાત કરજો. એને તો મારા કરતાં પણ વિશેષ ધર્મબોધની જરૂર છે!' સુરસુંદરી જાણી જોઈને મોટા સૂરે બોલી.
૦ ૦ ૦. સુરસુંદરી પોતાના મહેલે ચાલી ગઈ. શેઠ ધનાવહ સાંજે જમવાના સમયે ઘેર આવી ગયા. પિતા-પુત્ર સાથે બેસીને ભોજન કર્યું. ધનવતી પાસે બેસીને બંનેને ભોજન કરાવતાં હતાં. અને ત્યાં જ તેમણે વાત મૂકી:
For Private And Personal Use Only