________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
પ્રીત કિયે દુઃખ હોય મા, રાજકુમારી આવી છે આપણી હવેલીમાં...” ધનવતી ઝડપથી સુરસુંદરીને લેવા પગથિયાં નજીક પહોંચી ત્યાં તો સુરસુંદરીએ ધનવતીનાં ચરણોમાં પ્રણામ કર્યા.
“અરે બેટી, આમ અચાનક આવી ગઈ? મને કહેવરાવવું તો હતું! હું તો રસોઈઘરમાં હતી. આ તો અમારે મને કહ્યું કે તું આવી છે!”
“માતાજી, એમાં કહેવરાવવાનું શું હોય?...” એ બોલવા જતી હતી કે અમરનું ઘર એ મારું જ ઘર છે ને.. પરંતુ એ બોલી ન શકી... એની પાસે જ અમર આવીને ઊભો હતો. ધનવતી સુરસુંદરીને લઈને પોતાના ખંડમાં જઈને બેઠી, અમર પણ એ બંનેની પાછળ જ હતો. ધનવતીએ રાજા-રાણીની કુશળતા પૂછી, દાસી આવીને દૂધના પ્યાલા અને મીઠાઈ મૂકી ગઈ.
માતાજી, હું અહીં આવી છું એક વાત પૂછવા, મારી માતાએ જ મને અહીં મોકલી છે.”
જે પૂછવું હોય તે પૂછને બેટી!”
હાલ આપણા નગરમાં કોઈ વિદુષી સાધ્વીજી સ્થિરતા કરીને રહેલાં છે ખરાં?” પ્રશ્ન પૂછીને સુરસુંદરીએ અમરકુમાર સામે જોઈ લીધું. અમરકુમાર સુરસુંદરીનો પ્રશ્ન સાંભળી ચમકી ગયો. એના મુખ પર આશ્ચર્યનો ભાવ ઊપસી આવ્ય... સુરસુંદરીને મજા પડી ગઈ...
કેમ બેટી, સાધ્વીજી માટે પૂછે છે?' ધનવતીને આશ્ચર્ય થયું. “મારે એમની પાસે ધર્મબોધ પ્રાપ્ત કરવા જવું છે...!! સાધ્વીજી પાસે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા જવું છે?” હા, માતાજી!”
પરંતુ તે તો બેટી, ચોસઠ કળાઓમાં નિપુણતા મેળવી છે! તું રાજ કુમારી છે... તારે સાધ્વીજી પાસે...?'
“મા, કદાચ “દીક્ષા લેવાનો ભાવ જાગ્યો હોય તો?' અમરકુમાર બોલી ઊઠ્યો ને ત્રણેય હસી પડ્યાં!
દીક્ષા લેવાનો ભાવ જાગી જાય તો પરમ સૌભાગ્ય માનું સંસાર પ્રત્યે વૈરાગ્ય આવવો ઘણો દુર્લભ છે!” સુરસુંદરીએ કહ્યું.
સાધ્વીજી પાસે જવાથી અને ધર્મબોધ પામવાથી દુર્લભ વૈરાગ્ય સુલભ થઈ જશે!' અમરકુમાર બોલ્યો.
For Private And Personal Use Only