________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
બીજા જ દિવસે સુરસુંદરી સાધ્વી સુવ્રતાના ઉપાશ્રયે પહોંચી ગઈ.
મલ્થવેરામિ' કહીને તેણે ઉપાશ્રયમાં પ્રવેશ કરી સાધ્વીજીને નતમસ્તકે બે કર જોડીને વંદના કરી.
ઘર્મનામ! સાધ્વીજીએ દક્ષિણ કર ઊંચો કરી આશીર્વાદ આપ્યા. સુરસુંદરી સાધ્વીજીની અનુમતિ લઈને વિનયપૂર્વક બેસી ગઈ અને પોતાનો પરિચય આપતાં બોલી:
“હે પૂજ્યા, આપનાં દર્શન કરીને મને અતિ આનંદ થયો. મારું નામ સુરસુંદરી છે. મારા પિતા રાજા રિપુમર્દન છે અને મારી માતાનું નામ રતિસુંદરી છે. મારાં માતા-પિતાની પ્રેરણાથી હું આપની પાસે ધર્મબોધ પામવા આવી છું. નગરશ્રેષ્ઠી ધનાવહનાં ધર્મપત્ની ધનવતીદેવીએ મને આપનો પરિચય આપ્યો અને આપનું આ સ્થાન બતાવ્યું..”
હે પુણ્યશાલિની, ધન્ય છે તારાં માતા-પિતાને કે જેઓ પોતાની પુત્રીને ચોસઠ કળાઓમાં નિપુણ બનાવીને એને ધર્મબોધ આપવાની ઇચ્છા રાખે છે... અને ધન્ય છે એ પુત્રીને કે જે માતા-પિતાની ઇચ્છાને સહર્ષ સ્વીકારીને ધર્મબોધ પામવા પ્રયત્નશીલ બને છે! પૂર્વકૃત મહાન પુણ્યકર્મનો ઉદય હોય તો જ આવા સંસ્કારી, સુશીલ અને સંતાનોના આત્મહિતની ચિંતા કરનારાં માતાપિતા મળે! અને શ્રેષ્ઠ પુણ્યકર્મના ઉદયથી આવા વિનમ્ર, વિનીત અને બુદ્ધિમાન સંતાનની પ્રાપ્તિ થાય, સુરસુંદરી, તું અહીં નિયમિત આવી શકીશ. તને અહીં શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રકાશેલાં તત્ત્વોનો બોધ મળશે..'
હે પરમોપકારિણી ગુરુમાતા, આજે હું ધન્ય બની... આપની કૃપાથી હું કૃતાર્થ બની. આપનાં પાવન ચરણોમાં બેસીને સર્વજ્ઞશાસનનાં તત્ત્વોનો અવબોધ પ્રાપ્ત કરવા હું ભાગ્યશાલિની બનીશ! આપના આ ઉપકારને હું ક્યારેય નહીં ભૂલી શકું. કૃપા કરીને આપ મને સમયનો નિર્દેશ કરો. જેથી હું આપની સાધના-આરાધનામાં વિક્ષેપ કરનારી ન બનું.. આપને અનુકૂળ હોય એ સમયે પ્રતિદિન હું આવી શકું.' સાધ્વીજીએ એને મધ્યાહ્નકાળનો સમય બતાવ્યો. ખૂબ ભાવવિભોર બનીને,
For Private And Personal Use Only