________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४
પ્રીત કિયે દુઃખ હોય અંગે અંગ પુલકિત બની જતું હતું. ક્યારેક એ ઉન્મુક્ત સ્વચ્છ, સુંદર વાતાવરણ સામે રાજમહેલનું રુદ્ધ જીવન એને તુચ્છ લાગતું.
આ રીતે વિમલયશની કીર્તિકૌમુદી બેનાતટના સમગ્ર રાજ્યમાં તો ફેલાઈ, બાજુના રાજ્યમાં પણ એનો યશ વિસ્તાર પામ્યો. પુષ્પરાવર્ત મેઘની જેમ વિમલયશની ઉદારતા વરસતી રહી, દયા-કરુણાનો પ્રવાહ વહેતો રહ્યો.
સાથે સાથે, રાજકુમારી ગુણમંજરીનો સ્નેહ પણ વૃદ્ધિ પામી રહ્યો હતો. કૌમાર્યના તેજથી દીપતી ગુણમંજરીના અંતરમાં પ્રીતનું પંકજ પાંગરતું જતું હતું. એની પાંખડીએ પાંખડીએ સખ્યની સૌરભ મહેકતી હતી. એણે એક દિવસ વિમલયશને કહ્યું: ‘કુમાર, શું પ્રેમ એ મનુષ્યના અસ્તિત્વની ધરી નથી? જીવનનું સનાતન સત્ય નથી? અનંત તરફની યાત્રાની ગતિ નથી? અચલ... અમલ... ભણી લઈ જનારું શ્રેષ્ઠ સાધન નથી?'
અને ત્યારે વિમલયશને પોતાનો... અમરકુમાર સાથેનો... લગ્નપૂર્વેનો વાર્તાલાપ યાદ આવી ગયો! સ્નેહના સુકુમાર રોમાંચ અનુભવવા ટેવાયેલો તેનો દેહ, એ
સ્મૃતિથી ધ્રૂજી ઊઠ્યો હતો... ત્યારે ગુણમંજરીએ વિમલયશની આંખોમાં આંખો પરોવીને કહ્યું હતું. વિમલ, આપણે એક સાથે જીવવાનો.. સંકલ્પ કરીએ... માન્ય છે તમને?”
ત્યારે વિમલયશની આંખો સજલ થઈ ગઈ હતી. આવી જ વાત મેં અમરને કરી હતી... ને અમરે મને વચન આપ્યું હતું...પણ.
તેણે દૂર-સુદૂર અંતરિક્ષમાં દૃષ્ટિ માંડી ને બોલ્યો “મંજરી, જો આકાશમાં.... અષ્ટમીનો ચંદ્ર.. જાણે પૂર્ણિમાને પામવાની આશામાં જીવી રહ્યો છે...!
સાચી વાત છે, એની એ આશા સફળ થવાની!” વિમલયશને નંદીશ્વર દ્વીપ પર સાંભળેલાં મહામુનિનાં વચનો યાદ આવી ગયાં... "તારી આશા બેનાતટનગરે ફળશે!” ને તેણે વિચાર્યું. “શું આશાઓ બધી ફળે ખરી સંસારમાં? છતાં આશાએ જીવવા જીવ ટેવાઈ ગયો છે...'
ત્યાં ગુણમંજરીનાં મધુર વચનો કાને પડ્યાં: ‘કુમાર, આંખ, અંતર અને આત્માથી તને જ જીવનસંગી માન્યો છે... એટલું યાદ રાખજે...'
0
0
0
For Private And Personal Use Only