________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
પ્રીત કિયે દુઃખ હોય
જકાતમાં મળતું બધું જ ધન તે ગરીબોને વહેંચી દે છે! રાજપુરુષોને ઉદારતાથી ભેટ-સોગાદો આપે છે.
વિમલયશના હૃદયને જીતી લેવા ગુણમંજરી આતુર હતી. એના ચરણે પોતાનો પ્રેમ ન્યોછાવર કરવા તે તત્પર હતી... એમ કરવા પોતાના પ્રાણ પાથરવા પણ તૈયાર હતી.
અવારનવાર ગુણમંજરી વિમલયશને મળતી હતી અને તત્ત્વચર્ચા પણ કરતી હતી. એક વખત મજાકની મીઠી વીણામાં વિમલયશ ગુણમંજરીને પૂછી પણ લીધું:
શું તને આ રીતે મળતાં ડર નથી લાગતો? આ રીતે મારી સાથે વાતો કરતાં મહારાજા જોઈ જાય તો?'
ત્યારે ગુણમંજરીએ જવાબ આપ્યો હતો. “જો મારા પ્રિયતમનો પ્રેમ સાચો હશે.... તો આ ચરણસેવિકા મોટી મુશ્કેલીઓને પણ સરળતાથી પાર કરી શકશે!'
પણ પ્રેમના સાગરમાં કદી ઓટ આવે તો?”
કુમાર, પ્રેમના મહોદધિમાં ક્યારેય ઓટ નથી આવતી! પ્રેમ તો સદેવ પ્રવર્ધમાન હોય છે... પ્રેમ આકાશથી પણ ઊંચો હોય છે... ને વજથી પણ અભેદ્ય હોય છે!'
વિમલયશ ગુણમંજરીનો પ્રત્યુત્તર સાંભળી પ્રસન્ન થઈ જતો. પ્રેમ અને વાસના વચ્ચેનો ભેદ ગુણમંજરી સારી રીતે સમજતી હતી – એ વાતથી વિમલયશ આશ્વસ્ત હતો.
નવસૃષ્ટિના, નવજીવનના... શાંત, સુંદર અને સુમધુર વાતાવરણમાં વિમલયશ પોતાના પૂર્વજીવનના કડવા-કઠોર પ્રસંગોને ધીરે ધીરે વિસ્કૃતિના વમળમાં ગારદ કરતો જાય છે. છતાં અમરકુમારની સ્મૃતિ અખંડિત રહે છે. અમરકુમારની રાહ જોયા જ કરે છે... બનાતટમાં એક પછી એક વર્ષ વીતતાં જાય છે. ક્યારેક એ નગરથી કંટાળે છે... તો બેનાતટથી દૂરના ગ્રામ્ય પ્રદેશમાં ઊપડી જાય છે... ત્યાં પણ એ પોતાની સ્નેહસૌરભથી સારાય પ્રદેશને ભરી દે છે... ગામડાની ગરીબીને અઢળક દાનથી દૂર કરે છે. સુરમ્ય વનરાજી, હરિયાળાં ખેતરો, વહેતાં કલકલ ઝરણાંઓ.... વનપુષ્પોની ભીની ભીની સુગંધ... પ્રકૃતિનાં આ બધાં સુરમ્ય દશ્યોને તે મન ભરીને માણે છે. પ્રકૃતિની ગોદમાં જાણે એનું
For Private And Personal Use Only