________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ ઉપર વર્ષ વીતતાં જાય છે. અમરકુમારના આગમનના કોઈ સમાચાર મળતા નથી. વિમલયશના મનમાં ક્યારેક નિરાશાના વિકલ્પ આવી જાય છે. પરંતુ અવધિજ્ઞાની મહર્ષિનાં વચનોને યાદ કરી મનને ધીરજ બંધાવે છે... “આવશે. અવશ્ય, અહીં જ આવશે. જેટલો વિરહ ભાગ્યમાં લખાયો હશે, એટલો વિરહ સહન કરવો જ રહ્યો.”
શ્રી નવકારમંત્રના ધ્યાનમાં અને પરમાત્માના પૂજનમાં એનો આત્મા આંતરઆનંદ અનુભવે છે. ગુણમંજરી સાથેના સખ્યભાવમાં એનું મન પ્રસન્નતા અનુભવે છે. પ્રજાના અપાર સ્નેહમાં સ્નાન કરીને એ શીતળતા અનુભવે છે. પ્રકૃતિનાં દર્શન કરી... આધ્યાત્મિકતાનો રસાસ્વાદ કરે છે.
પાંચ-સાત દિવસથી વિમલયશ રાજસભામાં ગયો ન હતો. એ અરસામાં એક દિવસ માલતીએ સમાચાર આપ્યા. મહારાજકુમાર, નગરમાં તો હાહાકાર વરતાઈ ગયો છે.” શું થયું છે?' એક ચોરે ઠેરઠેર ચોરીઓ કરવા માંડી છે, ચોર પકડાતો નથી.” નગરરક્ષકો ચોરને પકડી શકતા નથી?'
ના ના, નગરરક્ષકો જ્યારે ચોરને પકડી શક્યા નહીં ત્યારે પ્રજાજનોએ રાજસભામાં પોકાર કર્યો. ત્યારે નગરનો એક શ્રેષ્ઠી ચોરને પકડવા તૈયાર થયો... “રત્નસાર' એનું નામ છે.” ‘તેણે પકડી પાડ્યો ચોરને?”
અરે, એ પોતે જ લૂંટાઈ ગયો!” “કેવી રીતે?” વિમલયશને માલતીની વાત સાંભળવામાં મજા આવી ગઈ.
કુમાર, એ ચોરને ખબર પડી ગઈ કે રત્નસારે મને પકડવાનું બીડું ઝડપ્યું છે એટલે ચોરે વેપારીનો વેશ ધારણ કર્યો અને રત્નસારની હવેલીએ પહોંચ્યો... રત્નસારને કહ્યું: “હું પરદેશી વ્યાપારી છું. રત્નો ખરીદવા આવ્યો છું.' રત્નસારે મૂલ્યવાન રત્નો બતાવ્યાં, મૂલ્ય કહ્યું. ચોરે કહ્યું: “હું આવતીકાલે મૂલ્ય આપીને
For Private And Personal Use Only