________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૨૦૧ વીણાવાદન થવા લાગ્યું.. ગુણમંજરી વિમલયશના વીણાવાદન પર મોહી પડી.
એક રાતની વાત છે. વિમલયશની વીણામાંથી દર્દભરી સૂરાવલિ વહેવા લાગી.
અસ્તિત્વનું ભાન ભુલાવી દે... એવી એ કામણગારી સૂરાવલિ હતી. રાજ કુમારી જાગતી હતી. વીણાની સૂરાવલિએ એને બેચેન બનાવી દીધી. શયનખંડના નાનકડા નકશીદાર ઝરૂખાની બારી ખોલીને કેટલીય વાર સુધી હવાની પાંખ પર સવાર થઈને આવતા સૂરોને સાંભળતી રહી,
એનું બેચેન મનપંખી પાંખો ફફડાવતું ઊડીને.. ક્યારનુંય વિમલયશના મહેલમાં પહોંચી ગયું હતું! આકાશમાં ચાંદની પૂરબહારમાં ખીલી હતી. ધરતીએ જાણે રૂપેરી ઓઢણી ઓઢી હતી.
વિમલયશની વણા આજ જાણે પાગલ બની ગઈ હતી. આભની અટારીએ ચન્દ્રને મળવા પાગલ બન્યું હોય એમ સૂરોનું ચંડોળ-પંખી પાંખો ફફડાવતું ઊંચે ચઢતું જતું હતું.
ત્યાં વિમલયશે પોતાના મહેલના ઝરૂખા નીચે... એક માનવ-આકૃતિને જોઈ... “અરે અત્યારે અહીં કોણ ઊભું છે? વિમલયશ ધારીને જોયું તો “અરે, આ તો રાજકુમારી!” વીણાને બાજુએ મૂકી વિમલયશ નીચે ઊતર્યો. મહેલનાં દ્વાર ખોલી તે બહાર આવ્યો.
તમે વીણા વગાડવી બંધ કેમ કરી? આપની વીણાના સૂરો જ મને અહીં સધી ખેંચી લાવ્યા છે.. પરાણે ખેંચી લાવ્યા...... ધવલ ચાંદનીના પ્રકાશમાં વિમલયશે જોયું... તો રાજકુમારીના મુખ પર પ્રીતનાં ખંજનો ઊઠતાં હતાં!
ત્યારે તો મારી વીણાએ તમારી નિદ્રાને ચોરી લીધી, નહીં? ક્ષમા કરજો રાજકુમારીજી!'
“ના, એવી ક્ષમા તો નહીં જ મળે, વીણાએ માત્ર મારી નીંદ છીનવી લીધી હોત તો તો કંઈ નહીં... પણ...' રાજકુમારી આગળ બોલતાં અટકી ગઈ. એકીટસે એ વિમલયશને નિહાળી રહી.. પછી એક ઘેરા નિશ્વાસ સાથે એણે પોતાની દૃષ્ટિ ઢાળી દીધી.
એ મારું સદ્ભાગ્ય રાજ કુમારી કે મારી વીણાના વેરાતા સૂરોને કોઈએ પોતાના હૈયામાં વસાવી લીધા છે! પરંતુ..”
For Private And Personal Use Only