________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
પ્રીત કિયે દુ:ખ હોય
રાત્રિનો સમય પસંદ કર્યો હતો. સંગીતના માધ્યમથી એ પરમ આંતર-આનંદની અનુભૂતિ કરતો હતો... એને ખબર ન હતી કે આવી એકાંત રાતો બેનાતટનગરમાં એને કેટલી વિતાવવાની હતી! એકાંત અકળાવે નહીં... વ્યથિત કરે નહીં... તે માટે વીણાવાદનનો સાથે લીધો હતો.
મહારાજા ગુણપાલને કાને પણ વીણાના મધુર સૂરો પડ્યા... એક રાતે... અને બીજા જ દિવસે મહારાજાએ વિમલયશને કહ્યું:
‘વિમલયશ, તું તો અદ્ભુત વીણાવાદન કરે છે!'
‘ગુરુજનોની કૃપાનું ફળ છે મહારાજા...'
વિમલયશના વિનયે રાજાને વશ કર્યો. વિમલયશમાં અહંકાર ન હતો. અહંકારને ઓગાળીને અરિહંતમાં એકાકાર બનેલો એ મહાન સાધક હતો. રાજાએ વિનમ્ર ભાવે કહ્યું:
‘વિમલયશ, હું તારું વીણાવદનનું શ્રવણ કરવા ઇચ્છું છું... જો સંભળાવીશ તો અંતરના આશીર્વાદ મળશે!'
રાજકુમારી ગુણમંજરી પોતાના પિતાની પાછળ આવીને ઊભી રહી ગઈ હતી. રાત્રે જેની સૂરમાધુરી સાંભળીને... રમ્ય સ્વપ્નપ્રદેશમાં વિહરી હતી... એ સૂરોના સ્વામીને અનિમેષ નયને જોઈ રહી હતી. એનું અદ્ભુત રૂપ જોઈને. તેને પોતે દોરેલું કલ્પનાચિત્ર સાવ ફિક્કું લાગ્યું. કલાકારની સજીવ આકૃતિ તેને અધિક કામણગારી લાગી. એનું હલન-ચલન... એની વાણી... અને... અનંતની પરિશોધમાં... ઢળેલી એની આંખોમાં અપૂર્વ તેજ ઊભરાતું લાગ્યું... અપૂર્વ છટાનાં દર્શન થયાં.
માલતી વીણા લઈ આવી.
વિમલયશે વીણાને ખોળામાં લીધી...
અને... સ્વરમાધુરીની અનોખી સંગત સાધી. અકથ્ય મસ્તીમાં સૂરાવલિઓ રેલાવા લાગી... જોતજોતામાં વાતાવરણ આર્દ્ર બની ગયું... હૃદયના અતલ ઊંડાણમાંથી નીકળતી કોઈ સંવેદના... સ્વરકિન્નરીનું રૂપ ધારણ કરીને આવી પહોંચી... સૌની આંખોમાં કરુણાનાં વારિ ઊભરાઈ આવ્યાં.
રાજકુમારી ગુણમંજરીની હૃદય-નૈયાને, વિમલયશની વીણાની મોહિની દર્દના ઊંડા દરિયામાં ખેંચી ગઈ.
પછી તો આ રોજનો કાર્યક્રમ થઈ ગયો. રાજા વિમલયશની દોસ્તી જામી ગઈ. રાજાના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ અવારનવાર રાજસભામાં પણ
For Private And Personal Use Only