________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશાંત યામિનીની નિરવ શાંતિ હતી.
અતિથિગૃહની અટ્ટાલિકામાંથી કોઈ મધુર વીણાની સૂરસુંગંધ વહી આવતી હતી. શબ્દોની પણ જરૂર ન પડે એવી એ હૃદયસ્પર્શી સૂરાવલિમાંથી આપોઆપ અર્થ લહેરાઈ ઊઠતો હતો. સંવેદનશીલ હૃદયને તો એવું જ લાગે કે જાણે એના કોઈ પ્રિયતમની આરત ખેંચાઈ આવે છે!
જિંદગીને વસંતના હિંડોળે હીંચોળે એવી એ સૂરમોહિની જાણે માઝમ રાતે બેનાતટની શેરીઓમાં રમવા ઊતરી પડી હતી. શ્વાસ થંભાવીને સાંભળવાનું મન થાય એવી સૂરઘટા જામી ગઈ હતી.
રાજમહેલના એક શયનખંડમાં યુવાન રાજકુમારી ભરનીંદરમાંથી જાગી ગઈ હતી... અદ્ધર શ્વાસે એકતાન બનીને એ સૂરાવલિને પી રહી હતી. જાણે કોઈ ગંધર્વકુમારનું મધુર વીણાવાદન, આજ પહેલી જ વાર એ સાંભળતી હોય, એવું એને લાગે છે.
મખમલી શૈયામાં પોઢેલી રાજકુમારીને મોરલીના મદીલા સૂરોનો સથવારો જડ્યો! એની આંતરસૃષ્ટિમાં અવનવા રંગ... તરંગ અને ઉછરંગ ઊછળવા લાગ્યા... રાજસભામાં એક જ વાર જોયેલો પ૨દેશી રાજકુમાર તેની કલ્પનાસૃષ્ટિમાં સાકાર બન્યો... ‘આ એ જ કલાકાર રાજકુમારનું વીણાવાદન છે...' એના નાજુક મને અનુમાન કર્યું... ને ભોળા હ્રદયે એ અનુમાનને સત્યરૂપે સ્વીકારી લીધું...
એ પાતળી કાઠીનો ગૌરવર્ણો ઘૂંટડો જુવાન! ઘેરઘુમ્મરીયા કાળા કેશ... કોમળ કમળ જેવાં નિર્મલ નયનો, કમલદંડ જેવા સુંવાળા, સોહામણા હસ્ત...કંઠમાં પ્રકાશતી સાચાં મોતીની માળા...
એમ મનમોહક કલ્પનાચિત્ર રાજકુમારીની કોમળ કલ્પનામાં ખડું થયું... અને મધુર સૂરના મોહક તાંતણે પ્રથમ પ્રીતની અતૂટ હીરગાંઠ બંધાઈ ગઈ! વીણાના એ મધુર સૂરોને રેલાવતો વિમલયશ એના હૃદયનો વલ્લભ બની ગયો.
” વિમલયશનો તો નિત્યક્રમ બની ગયો હતો વીણાવાદનનો. એણે મધ્ય
For Private And Personal Use Only