________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
૧૯૭
પ્રીત કિયે દુઃખ હોય
માલતી!” માલતીની આંખોમાં આંસુ હતાં. ‘તું રડે છે કેમ? હું જકાતનાકાનો અધિકારી બન્યો, તે તને ન ગમ્યું?” એ તો ગમ્યું, પણ તમે કાલે અહીંથી...” તે હું એકલો નથી જવાનો! તને સાથે લઈ જઈશ... તું મારી સાથે નહીં આવે?”
હું તો આવું. પણ આને કોણ રોટલા ઘડી આપશે?” પોતાના પતિ તરફ લાંબા હાથ કરીને બોલી. ‘એ આપણા મહેલે આવીને જમી જશે... ને અહીં રહીને ઉદ્યાનને સંભાળશે!
માલતીએ પોતાના પતિને પૂછી લીધું. પતિની સંમતિ મળી ગઈ... માલતી નાચવા લાગી.
માલતી, મહેલમાં જઈએ પછી તું નાચજે, હવે ભોજન ક્યારે તૈયાર થશે?
અરે હા... હમણાં જ બે ઘટિકામાં તૈયાર કરી દઉં છું ભોજન! અને આજે તો કંસાર ખવરાવીશ...! તમે પરધાન થયાને તેથી! “અને તે પરધાનની પરિચારિકા બની ગઈ ને?'
માલતી રસોડામાં ઘૂસી ગઈ. વિમલયશ વસ્ત્રપરિવર્તન કરી લીધું... અને પલંગમાં લંબાવી દીધું. રાજા... રાજસભા અને બેનાતટના નગરજનો.. એની સ્મૃતિમાં ઊપસી આવ્યાં. તેણે રાજાના હૈયે સ્નેહનો ઘૂઘવતો દરિયો સાંભળ્યો. રાજસભામાં કલાકારોની, વિદ્વાનોની પરાક્રમીઓની કદરદાની જોઈ... પ્રજાજનોમાં સરળતા, ગુણગ્રાહિતા... ને પ્રેમપ્યાસી આંખો જોઈ. સાથે સાથે ગરીબી પણ જોઈ.. તેનું અંતઃકરણ બોલી ઊઠ્યું.
પહેલાં હું પ્રજાની દરિદ્રતા દૂર કરીશ. આ નગરમાં એક પણ માણસ ઘર વિનાનો નહીં રહે, વસ્ત્ર વિનાનો નહીં રહે, ભૂખ્યો નહીં રહે. એક રાજપુરુષ તરીકે પહેલું મારું કામ આ હશે.. જકાતનું તમામ ધન પ્રજાના સુખ માટે વાપરીશ.. એ ધનમાંથી એક દ્રમક પણ મારે ન ખપે.”
ભોજન તૈયાર થઈ ગયું. માલતીએ વિમલયશને ભાવપૂર્વક આગ્રહ કરીને ભોજન કરાવ્યું. ભોજન કરીને વિમલયશ ત્યાં જ બેઠો. માલતીએ ભોજન કરી લીધું, એટલે વિમલયશે કહ્યું:
For Private And Personal Use Only