________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
-
૧૯૬
પ્રીત કિયે દુઃખ હોય સૌન્દર્ય નીતરતું ગોરું મુખ, કાન સુધી ખેંચાયેલાં મદભર્યા નયનો, ગાલ પર રમતી કેશની લટો... કાનોમાં ચમકતાં દિવ્ય કુંડલ... ને કંઠ પર શોભતો નવલખો હાર... અંગઅંગમાંથી ફૂટતી યૌવનની આભા સાક્ષાત્ કામદેવની પ્રતિકૃતિ...
મહારાજા ગુણપાલનાં અસીમ સ્નેહથી છલકાતાં નેત્રો, વિમલયશ ઉપર વાત્સલ્ય વરસાવી રહ્યાં.
હે પરદેશી રાજ કુમાર, હું તારું સ્નેહભીનું સ્વાગત કરું છું.” મહારાજાએ ઊભા થઈ વિમલયશનો હાથ પકડી, તેને પોતાની પાસેના જ આસન પર બેસાડ્યો.
કુમાર, તારી, અદ્ભુત કલા જોઈ, હું તારા પર પ્રસન્ન થયો છું... અને તેથી તને કહું છું કે તારી ઇચ્છા હોય તે મારી પાસે માગ!” વિમલયશની પીઠ પર સ્નેહપુલકિત હાથ ફેરવતાં મહારાજાએ કહ્યું.
“હે પિતાતુલ્ય રાજનું, આપની કૃપાથી મારી પાસે પર્યાપ્ત સંપત્તિ છે, હું શું માગું આપની પાસે?'
કુમાર, તારી પાસે વિપુલ સંપત્તિ છે, એ તો તારાં મૂલ્યવાન આભૂષણો જ કહી રહ્યાં છે... છતાં મારા મનને પ્રસન્ન કરવા તું કંઈક માગ!” વિમલયશે બે ક્ષણ વિચાર કર્યો અને કહ્યું: મહારાજા, સમુદ્રકિનારાના જ કાતનાકાનું અધિકારી પદ મારે જોઈએ.' “ભલે, જકાતનાકાનો તું અધિકારી તો ખરી જ, સાથે સાથે એ જકાતના બધા જ ધન પર તારો અધિકાર રહેશે. એ ધન તારું!”
આપે મને ઉપકૃત કર્યો.’ વિશેષમાં, હવે તારે માલણના ઘરમાં રહેવાનું નથી. રાજમહેલની પાસે જ તને એક સુંદર મહેલ આપું છું. તે મહેલમાં રહેવાનું છે તારે...”
વિમલયશની દૃષ્ટિ, રાજસભામાં બેઠેલી માલતી તરફ ગઈ. માલતીનું મુખ પડી ગયું હતું.. છતાં વિમલશે મહારાજાની વાત સ્વીકારી લીધી.
મહારાજ, હું આવતી કાલે મહેલમાં આવી જઈશ...” રાજસભા પૂરી થઈ. વિમલયશ માલતીની સાથે ઘેર પહોંચ્યો. રસ્તામાં માલતી એક અક્ષર પણ બોલી નહીં. વિમલયશે ઘેર આવતાં જ માલતીને કહ્યું:
For Private And Personal Use Only