________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
‘માલતી, તારે ત્યાં એક પરદેશી રાજકુમાર આવેલો છે ને?'
‘ક્યાં છે?’
‘મારે ત્યાં જ છે...'
માલતી રાજપુરુષોની સાથે પોતાના મકાને આવી. રાજપુરુષોએ વિમલયશના ખંડમાં પ્રવેશ કર્યો. વિમલયશે ઊભા થઈને સ્વાગત કર્યુ. રાજપુરુષોએ પ્રણામ કરીને કહ્યું:
૧૯૫
‘હે પરદેશી રાજકુમાર, અમારા મહારાજાનો આપના માટેનો સંદેશો લઈને અમે આવ્યા છીએ.’
‘એ સંદેશો પ્રકાશિત કરો.'
‘અમારા મહારાજાએ આપને યાદ કર્યા છે. આપે બનાવેલો દિવ્ય પંખો કમલશ્રેષ્ઠીએ મહારાજાને ભેટ આપ્યો છે... તે જોઈને... તેનો પ્રભાવ જાણીને એ પંખાની રચના કરનાર મહાન કલાકારનાં દર્શન કરવા મહારાજા આતુર છે... એટલે પાલખી લઈને, આપને લેવા માટે અમે આવ્યા છીએ.’
‘હું પણ કલાકારની કલાનું મૂલ્યાંકન કરનારા બેનાતટના મહાન રાજેશ્વરનાં દર્શન કરી આનંદિત થઈશ. હું અર્ધઘટિકામાં તૈયાર થાઉં છું.'
રાજપુરુષો મકાનની બહાર આવીને બેઠા. માલતીએ રાજપુરુષોનું ઉચિત આતિથ્ય કર્યું. માલતીના આનંદની સીમા ન હતી. તે પણ પોતાને યોગ્ય વસ્ત્ર પહેરીને વિમલયશ સાથે રાજસભામાં જવા તૈયાર થઈ ગઈ.
વિમલયશે ઉત્તમ વસ્ત્રાલંકારો પહેરી લીધાં અને તે બહાર આવ્યો. તેણે રાજપુરુષોને કહ્યું:
‘હું ચાલીને જ આવીશ...’
‘પરંતુ આ પાલખી આપના માટે જ...'
‘એ તો મહારાજાની ઉદારતા છે! મારા જેવા અજ્ઞાત રાજકુમાર ઉપરની કૃપા છે... હું એમાં નહીં બેસું.’
રાજપુરુષો વિમલયશની શિષ્ટ અને મધુર વાણી સાંભળી પ્રસન્ન થઈ ગયા. વિમલયશને લઈને તેઓ રાજસભામાં આવ્યા.
For Private And Personal Use Only
વિમલયશે મહારાજાને પ્રણામ કર્યા. રાજા ગુણપાલ વિમલયશને જોતો જ રહી ગયો!