________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
પ્રીત કિયે દુઃખ હોય માલતી પ્રફુલ્લિત હતી; કારણ કે તેણે વિમલયશનું મહત્તમ કાર્ય કર્યું હતું. સવા લાખ રૂપિયાનો પંખો વેચીને વિમલયશ સામે રૂપિયાનો ઢગલો કરી દીધો હતો. વિમલયશે બીજા દિવસે સવારે નિત્યકર્મથી પરવારીને, માલતીને પોતાની પાસે બોલાવીને પચીસ હજાર રૂપિયા ભેટ આપ્યા... ત્યારે માલતીને વિમલયશમાં
ભગવાનનાં દર્શન થયાં! એ ભાવવિક્વલ બની વિમલયશનાં ચરણોમાં ઢળી પડી.
ઓ પરદેશી રાજ કુમાર, શું તું કર્ણનો અવતાર છે? તે મારા ભાવનું દારિચ દૂર કરી દીધું. કહે, હું તારું શું પ્રિય કરું?” વિમલયશ હસી પડ્યો. તેણે કહ્યું : “માલતી, સુધા સતાવી રહી છે... તારા કેસરિયા દૂધની ગંધ આવી રહી છે...” માલતી દોડતી ઘરમાં ગઈ અને મધુર દૂધનો પ્યાલો ભરીને લઈ આવી. વિમલયશ દૂધ પી લીધું અને માલતીને કહ્યું: “માલતી, માન ન માન, પણ આજે કોઈ સારી ઘટના બનવી જોઈએ! આજે મારું મન અવ્યક્ત આનંદ
અનુભવે છે!'
એટલે શું આજે કોઈ જાદુઈ પાદુકા આપીને મને ચૌટામાં વેચવા મોકલવી છે?' માલતી વિમલયશ સામે મીઠું હાસ્ય રેલાવતી બોલી.
ના, ના, હવે માલતીને ચૌટામાં ન મોકલાય! હવે તો મારી સાથે રાજસભામાં લઈ જઈશ! આવીશને માલતી મારી સાથે?'
રાજસભામાં શું. તમે ઇન્દ્રસભામાં લઈ જાઓ તોયે આવું ને...” પછી તારો આ ભર્તાર શું કરશે?” આ પચીસ હજાર રૂપિયા મળ્યા છે ને... ખાશે પીશે અને રાજ કરશે!' બંને હસી પડ્યાં.
માલતીની દૃષ્ટિ ઉદ્યાનના દ્વાર પર પડી... ને તે સડાક કરતી ઊભી થઈ ગઈ. તેણે ધારીને જોયું. ને બોલી ઊઠી:
‘કુમાર... આ શું?” રાજ્યની પાલખી સાથે રાજપુરુષો ઉદ્યાનમાં આવી રહ્યા છે... જુઓને તમે...' માલતીએ વિમલયશને ઇશારાથી દરવાજા તરફ જોવાનું કહ્યું.
“અરે, આ તો એ લોકો અહીં આવી રહ્યા છે...'માલતી દોડતી સામે ગઈ. મુખ્ય રાજપુરુષે માલતીને પાસે આવતાં પૂછયું:
For Private And Personal Use Only