________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૯૧ એ કલાકો સુધી ખોવાયેલો રહ્યો. નંદીશ્વર દ્વીપની સ્મૃતિયાત્રા કરી હતી! અમરકુમારના વિચારો પણ આવી ગયા.. અવકાશનો કાળ મૃતિઓને વાગોળવાનો કાળ હોય છે ને!
બીજા દિવસે પ્રભાતે નિત્યક્રમથી પરવારીને વિમલયશે માલતીને પચીસ સોનામહોરો આપીને કહ્યું:
માલતી, આ પૈસાથી સારાં વાસણ ખરીદી લાવજે. સારાં વાસણોથી ઘરની શોભા વધે!”
માલતી નાચી ઊઠી. બજારમાં જઈને સારાં વાસણો ખરીદી લાવી. વિમલયશે માલતીના ઘરની કાયાપલટ કરી નાખી. માલતીએ વિમલયશની સેવામાં કોઈ કચાશ ન રાખી. થોડા દિવસોમાં તો તેણે વિમલયશને સંપૂર્ણ નગરનો પરિચય આપી દીધો. એક રાત્રે વિમલયશને એક વિચાર આવી ગયો.
અમરકુમારનું મિલન તો આ નગરમાં જ થવાનું છે, પરંતુ એ મળે એ પૂર્વે મારે મારા વચનને સિદ્ધ કરવું જોઈએ... જ્યારે એમણે મારો એમ લખી જઈને ત્યાગ કર્યો છે: “સાત કોડીથી રાજ લેજે!” મારા બાલ્યકાળમાં ભોળપણમાં બોલાયેલા શબ્દો એમણે મને પાછા આપ્યા છે, તો મારે એ શબ્દોને સત્ય સિદ્ધ કરવા જોઈએ... તે પછી એમનું મિલન થાય તો જ હવે પછીનું જીવન સ્વમાનથી જીવી શકાય... નહીંતર એમના સ્વભાવ મુજબ એ મને ટોણો માર્યા કરશે... માટે યુક્તિપૂર્વક ઉપાયો વિચારવા જોઈએ... નિષ્ક્રિય થઈને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ નહીં થાય..'
વિમલયશે એક યોજના ઘડી નાંખી. એ યોજનાનુસાર પહેલું કામ એણે માલતીને સોંપ્યું. માલતીને બોલાવીને કહ્યું:
માલતી, આ એક પંખો તને આપું છું. તારે બજારમાં જઈને આ પંખો સવા લાખ રૂપિયામાં વેચવાનો છે..” પંખો હાથમાં લઈને ધ્યાનપૂર્વક જોઈને તેણે પૂછ્યું:
આ પંખાની એવી કઈ ખૂબી છે કે સવા લાખ રૂપિયામાં કોઈ ખરીદવા તૈયાર થાય?
“આ પંખાથી, ગમે તેવો દાહવર હોય તો હવા નાંખવામાં આવે તો દાહવર શાંત થઈ જાય!'
“તો તો કોઈ ગ્રાહક મળી જશે!
For Private And Personal Use Only