________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
પ્રીત કિયે દુઃખ હોય ભલે, તને માલતી કહીને જ બોલાવીશ.' તો મને ગમશે!' માલતી ચાલી ગઈ. વિમલશે પોતાનાં વસ્ત્ર વગેરે યોગ્ય સ્થાને ગોઠવી દીધાં, ખંડનાં દ્વાર બંધ કર્યા અને જમીન પર જ વિશ્રામ લેવા આડો પડ્યો. તેને નિદ્રા આવી ગઈ. જ્યારે તે જાગ્યો ત્યારે દિવસનો ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. તેણે દ્વાર ખોલી નાંખ્યાં, તુરત જ માલતી હાજર થઈ ગઈ.
ખૂબ મીઠી નિદ્રા આવી ગઈ!' વિમલયશે માલતીને કહ્યું. ‘આ ખંડ જ એવો છે.. ઉદ્યાનનાં પુષ્પોની સુવાસ સીધી જ આ ખંડમાં આવે છે! પ્રભાતે તો જૂઈનાં પુષ્પોની મઘમઘ કરતી સોડમ આવશે!
માલતી, આ નગરના રાજાનું શું નામ છે?' ગુણપાલ.” સંતાનો કેટલાં છે?” “એક જ અને તે પણ કન્યા છે, નામે ગુણમંજરી છે.” અને માલતી, તારા વરને તો મેં જોયા જ નહીં!” એ સંધ્યા સમયે આવશે... બહારગામ ગયા છે.” તમારા બંનેની કમાણી કેટલી?' “ગુજારો થઈ જાય છે... મહારાજાની કૃપાથી આ મકાન રહેવા માટે મળ્યું છે... આ ઉદ્યાનને જાળવીએ છીએ...'
ઉઘાન તો સારો જાળવ્યો છે. પુષ્પોની સાથે સાથે જુદાં જુદાં ફળ પણ થાય છે શું? હા, લગભગ દસ જાતનાં ફળ થાય છે.”
તો આપણને રોજ ફલાહાર મળશે!' “તમે કહેશો તે આહાર મળી જશે..”
માલતીનો સ્વભાવ વિમલયશને ગમી ગયો. સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરીને વિમલયશે શ્રી નવકારમંત્રનો જાપ કરી લીધો. ત્યાં તો માળી પણ આવી ગયો હતો. માલતીએ પોતાના પતિને વિમલયશના આગમનની વાત કરી. વિમલયશની ઉદારતાના ગુણ ગાયા. માળી ખુશ થયો. વિમલયશની રાત સુખપૂર્વક પસાર થઈ... પરંતુ સૂરસંગીતનગરની સ્મૃતિઓમાં
For Private And Personal Use Only