________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૮૯ તમે આવશો ત્યારે ભોજન તૈયાર હશે.” બજારમાંથી કંઈ લાવવું હોય તો હું લઈ આવું.' “ના રે ના, આપને એવી કોઈ ચિંતા કરવાની નથી. આપને જે કંઈ જોઈએ તે મને કહેજો. હું લાવી આપીશ. આપ તો નગરમાં પ્રથમ વાર જ આવ્યા હશો?' ‘હા, પહેલી વાર જ આવ્યો છું.' તો પછી હું તમારી સાથે નગરમાં...”
ના, તમે ભોજન બનાવજો, હું ફરીને આવી જઈશ. પરંતુ તમારું નામ તો મેં પૂછ્યું જ નહીં!” “મારું નામ છે માલતી...” ગમી જાય એવું નામ છે...!” વિમલયશ આવશ્યક સુવર્ણમુદ્રાઓ મંજૂષામાંથી કાઢીને બંને મંજૂષાઓને બંધ કરી અને નગર તરફ ચાલ્યો. વિમલયશને પહેલું કામ થોડાં વસ્ત્ર ખરીદવાનું કરવું હતું. તેણે બજારમાં જઈને શ્રેષ્ઠ જાતનાં વસ્ત્રો ખરીદી લીધાં. માલણ માટે પણ એક સુંદર વસ્ત્રની-જોડ ખરીદી લીધી. તે પાછો ઉદ્યાનમાં આવી ગયો.
મધ્યાહ્ન સમયે તેણે ભોજન કર્યું. ભોજન કરાવતાં માલણે વિમલયશને કેવું-કેવું ભોજન પ્રિય છે, તે જાણી લીધું. વિમલયશને લાગ્યું કે “માલણ કાર્યદક્ષ તો છે જ, સાથે સાથે ચતુર છે.”
“માલતી, આ તમારા માટે વસ્ત્રો લાવ્યો છું. તમને અવશ્ય ગમશે!' વિમલયશે માલતીને લાવેલાં વસ્ત્રો આપ્યાં. માલતીની આંખો પહોળી થઈ ગઈ... “અરે રાજ કુમારજી, તમે તો કોઈ રાજકુમારી પહેરે તેવાં કપડાં લઈ આવ્યા છો... આટલાં બધાં કીમતી વસ્ત્રો મારા માટે ના હોય...'
મને તો સુંદર વસ્ત્રો જ ગમે! મારા માટે... અને બીજા માટે... તમે તો પહેરો આ વસ્ત્રો!”
એક શરતે પહેરું આ કપડાં...” શી શરત છે તમારી?'
તમારે મને ‘તું' કહીને બોલાવવાની! હું કંઈ બહુ મોટી ઉંમરની તો નથી...' બોલતાં તો બોલી ગઈ. પણ તુરત શરમાઈ ગઈ... વિમલયશ હસી પડ્યો.
For Private And Personal Use Only