________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
પ્રીત કિયે દુ:ખ હોય
મુસાફર ત્યાં ઊતરી શકે છે... તમને ત્યાં નહીં ફાવે... પરંતુ તમને જો ગમે તો મારે ત્યાં પધારો...’
‘આપનો પરિચય?'
‘હું આ ઉદ્યાનની માલણ છું. આ ઉદ્યાનના દક્ષિણ ભાગમાં મારો આવાસ છે. અમે બે માણસ જ છીએ. વળી, ઘણા પરદેશી મારે ત્યાં ઊતરે છે. તમારા માટે અલગ ખંડ કાઢી આપીશ... આપને ગમે તો ભોજન પણ બનાવી આપીશ...’
સુરસુંદરીએ પોતાનું નામ ‘વિમલયશ’ બતાવ્યું, તેને માલણના ઘેર રહેવાનું વધુ ઠીક લાગ્યું. એક મંજૂષા માલણે ઉપાડી લીધી, બીજી મંજૂષા વિમલયશે ઉપાડી લીધી.
માલણે એક સુંદર અને સુવિધાપૂર્ણ ખંડ ખોલી આપ્યો... વિમલયશને ખંડ ગમી ગયો.
‘કેમ આ મારી ઝૂંપડી ગમશે?' માલણે મંજૂષાને ખંડમાં ગોઠવીને પૂછ્યું, ‘કોઈ ખામી હોય, ત્રુટી હોય તો કહેજો... હમણાં તો તમે દુગ્ધપાન કરશો ને?’
‘હા, હવે તો તમને જ મારે બધો પરિશ્રમ આપવો પડશે...’
પરિશ્રમ શાનો? અતિથિનો સત્કાર કરવાની તો અમારી ફરજ છે...' સુરસુંદરીએ દસ સોનામહોરો માલણના હાથમાં મૂકી. માલણ તો દસ સોનામહોરો જોઈને ખુશખુશ થઈ ગઈ...
‘અરે, આ શું કરો છો? આટલી બધી સોનામહોરો ન લેવાય...'
બહેન, આ તો કંઈ જ આપ્યું નથી... રાખી લો. મારી ભોજન વ્યવસ્થા પણ તમારે જ કરવાની છે ને...'
‘રાજકુમાર, કોઈ વ્યવસ્થામાં ખામી નહીં આવવા દઉં...’ માલણ ઝડપથી ઘરમાં ગઈ. ચૂલા પર દૂધ ગરમ કરવા મૂકી દીધું... અને દોડતી બજારમાં ગઈ. શર્કરા, બદામ, ઇલાયચી, કેસર વગેરે ઉત્તમ દ્રવ્યો ખરીદીને આવી ગઈ. દૂધમાં એ દ્રવ્યો નાંખીને સુમધુર બનાવ્યું. એક સ્વચ્છ ધાતુના ભાજનમાં દૂધ લઈને વિમલયશના ખંડમાં આવી અને વિમલયજ્ઞને દુગ્ધપાન કરાવ્યું.
‘હવે તમારે સ્નાન કરવાનું હશે?’
‘ના, મેં સ્નાન કરી લીધેલું છે. હું નગરમાં પરિભ્રમણ કરવા જઈશ. મધ્યાહ્ને પાછો આવીશ..'
For Private And Personal Use Only