________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ટને
સુરસુંદરી આકાશ તરફ જોઈ રહી. રત્નજીનું વિમાન જ્યાં સુધી દેખાયું ત્યાં સુધી જોઈ રહી.. વિમાન દેખાતું બંધ થયું. ને સુરસુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી... જમીન પર બેસી ગઈ. ભ્રાતૃવિરહની વ્યથાથી વ્યાકુળ બની ગઈ. બે ઘટિકા સુધી ત્યાં જ બેસી રહી. તેણે પોતાની પાસે બે મંજૂષા પડેલી જોઈ. રત્નજી એ મંજૂષા મૂકીને ગયો હતો. એક મંજૂષામાં સુંદર મૂલ્યવાન વસ્ત્રાલંકારો હતાં. બીજી મંજૂષામાં સોનામહોરો હતી... અને એક પુરુષ-વેશ હતો!
સુરસુંદરીએ પહેલું કામ રૂપપરાવર્તનનું કર્યું. વિદ્યાશક્તિથી તેણે પુરુષ-રૂપ કરી લીધું અને તુરત વસ્ત્રપરિવર્તન કરી લીધું. પુરુષ-વેશ ધારણ કરી લીધો. સ્ત્રી-વેશને મંજૂષામાં મૂકી દીધો.
હવે હું નિશ્ચિત છું. દુનિયા સ્ત્રી-રૂપની શિકારી છે. પુરુષરૂપમાં મારું શીલ સુરક્ષિત રહેશે... ખરેખર, રત્નજટની રાણીઓએ મને અણમોલ ભેટ આપી... મને નિર્ભય કરી દીધી... નિશ્ચિત કરી દીધી... હવે હું આ નગરમાં જ રહીશ...' અમરકુમારનું મિલન અહીં જ થવાનું છે. ભલે એ કાલે આવે કે પાંચ વર્ષે આવે... સુરસુંદરી વિચારોમાં ગરકાવ હતી, ત્યાં એક આધેડ વયની સ્ત્રી તેની પાસે આવીને ઊભી રહી. ‘તમે કોઈ પરદેશી યુવાન લાગો છો!”
“હા.'
આપનું શુભ નામ?” ‘વિમલયશ.” “આપનો પરિચય.” રાજકુમાર છું.” એ તો આપની મુખાકૃતિ અને આપનાં વસ્ત્રો જ કહે છે.” મારે અહીં થોડા દિવસ રહેવું છે. રહેવા માટે કોઈ સુયોગ્ય જગા અહીં ક્યાં મળશે? તમે બતાવી શકશો?'
અવશ્ય, અહીં પાથશાળા પણ છે. પરંતુ તે સાર્વજનિક છે. કોઈપણ
For Private And Personal Use Only