________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
પ્રીત કિયે દુ:ખ હોય
રત્નજટીના હૈયામાંથી આંસુ ઊછળીને બહાર પડવા લાગ્યાં. સુરસુંદરીએ પોતાના વસ્ત્રાંચલથી તેની આંખો લૂછી... ને બોલી:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારા વહાલા ભાઈ, મારી એક વાત સાંભળો: તમે મારા મનમાં વસી ગયા છો... આ દેહમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી તમને ભૂલી શકીશ નહીં... તમારા મારા પર અનંત ઉપકાર છે, તમારા ઉપકારોને કેમ કરીને વિસરાય? મારા વીરા, દિવસ ને રાત... આઠેય પ્રહર તારું નામ મારા હૈયે ને હોઠે રહેશે...
મારી વહાલી ભાભીઓને ખૂબ પ્રેમ આપજો... એ સતી સ્ત્રીઓને કહેજો કે તમારા વિના મારી બહેન... પાણી વિનાની માછલીની જેમ ઝુરતી રહેશે... તમારા અપાર પ્રેમ વિના એ કેવી રીતે જીવતી રહેશે? મારા ભાઈ, નવ મહિનાનું એક સુખભર્યું સ્વપ્ન વેર-વિખેર થઈ ગયું...
તમારી અનુકંપા, તમારો નિર્વિકાર પ્રેમ, તમારું અકારણ વાત્સલ્ય, તમારી વચનપાલનની દૃઢતા... તમારો મનોનિગ્રહ... આ બધા ગુણો કાયમ યાદ કરી કરીને આંસુ સારતી રહીશ...
પણ, મારા વીરા! તમે તો મોટા વિદ્યાધર છો... આ બહેનડી પાસે વર્ષમાં એકાદ વાર નહીં આવો? હું તો પાંખ વિનાની પંખિણી છું... તમારી પાસે આકાશગામી યાન છે... જરૂર ચંપાનગરીમાં પધારજો... મારી વહાલી ભાભીઓને લઈને પધારજો... હું અમારી હવેલીની અગાસીમાં રોજ સંધ્યા સમયે ઊભી રહીને તમને પોકારોશ....
‘ઓ મારા વીરા, તારાં મને દર્શન આપ...' તું વાદળ બનીને આવજે... તું ચન્દ્ર બનીને આવજે... તને ગમે તે રૂપે આવજે વીરા...'
સુરસુંદરી રત્નજટીનાં ચરણોમાં નમી પડી...
રત્નજઢીએ તેને ઊભી કરી... તેના માથે એણે બે હાથ મૂક્યા...
આંસુનાં બે બિંદુ પડી ગયાં... ને તે ઝડપથી વિમાનમાં બેસી ગયો... ઝડપથી તેણે વિમાનને આકાશમાં ચઢાવ્યું... ને વિમાન વાદળોમાં અદૃશ્ય થઈ ગયું...
For Private And Personal Use Only