________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૮૫ સુરસુંદરીએ જિનમંદિરમાં જઈ પરમાત્માનાં દર્શન-પૂજન-સ્તવન કર્યા. સહુએ સાથે બેસીને દુગ્ધપાન કર્યું.
ચારેય રાણીઓએ સુરસુંદરીનાં ચરણે પ્રણામ કર્યા. સુરસુંદરી ચારેય રાણીઓને ભેટી પડી...
પુનઃ પાવન કરજો અમારા નગરને...' રાણીઓ ચોધાર આંસુએ રડી પડી... સુરસુંદરી મહેલની બહાર આવી. હજારો સ્ત્રી-પુરુષો પોતાના રાજેશ્વરની ભગિનીને વિદાય આપવા ભેગાં થયાં હતાં. સૌએ અશ્રુભીની વિદાય આપી.
સુરસુંદરી વિમાનમાં બેઠી. રત્નજીએ પોતાના હૃદય પર પથ્થર મૂકીને વિમાનને આકાશમાં ઊંચે ચઢાવ્યું... નગર પર ત્રણ પ્રદક્ષિણા આપી અને બેનાતટનગૅરની દિશામાં હંકારી મૂક્યું.
૦ ૦ ૦ રત્નજીટીએ બેનાતટનગરના બાહ્ય ઉદ્યાનના એક એકાંત પ્રદેશમાં વિમાનને ઉતાર્યું. સુરસુંદરીને કાળજીપૂર્વક વિમાનમાંથી નીચે ઉતારી. રાણીઓએ વિમાનમાં મૂકેલાં વસ્ત્રાલંકારો વગેરે પણ એણે બહાર કાઢીને સુરસુંદરી પાસે મૂક્યાં.
રત્નજટીએ સુરસુંદરીની સામે જોયું. સુરસુંદરીએ પણ સજલ નયને રત્નજટી સામે જોયું.
“બહેન, પાછો કેવી રીતે જાઉં? પાછા જવા માટે પગ નથી પડતા... આટલા દિવસો સુખમાં... આનંદમાં પસાર થઈ ગયા.. તું મારા હૃદયમાં વસી ગઈ છો બહેન, હવે ક્યારે તારાં દર્શન થશે? તારી સાથે પ્રગાઢ પ્રીતિ બંધાઈ ગઈ છે.. તને જોતો હતો ને તન-મન પ્રફુલ્લિત થઈ જતાં હતાં... હવે? સિવાય નિસાસા... કંઈ રહ્યું નથી. બધું યાદ આવશે બહેન! તારી સાથે કરેલી તીર્થયાત્રાઓ... તારી સાથે કરેલી તત્ત્વચર્ચાઓ... તારાં મીઠાં વચનો.. બધી યાદો ફરિયાદો બનીને મારા હૃદયને કોચી નાંખશે.. અને ભોજનના સમયે જ્યારે તને નહીં જોઉં, ત્યારે! બિચારી સરલહૃદયા રાણીઓ ઉપર શું વીતશે? હતપ્રભ થઈ જશે...
પ્રીતનું સુખ તો સ્વપ્નના સુખની જેમ વહી ગયું... દુ:ખના સાગરમાં અમે ફેંકાઈ ગયાં. બહેન, વૃધારે શું કહું? પણ તારા અશાંત... સંતપ્ત ભાઈને વિસારીશ નહીં... વર્ષમાં એકાદવાર પણ તારી કુશળતાનો સંદેશો મોકલજે...
For Private And Personal Use Only