________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
પ્રીત કિયે દુઃખ હોય સુરસુંદરીએ આગ્રહ કરી કરીને ભાવપૂર્વક રત્નજીને ભોજન કરાવ્યું. ત્યાર પછી ચારેય રાણીઓએ સુરસુંદરીને ખૂબ હેત-પ્રેમથી ભોજન કરાવ્યું. રાણીઓએ પણ ભોજન કરી લીધું.
નગરમાં ઢંઢેરો પિટાઈ ગયો હતો.
નગરની પરિચિત સ્ત્રીઓનો પ્રવાહ રાજમહેલ તરફ વહેતો થઈ ગયો હતો.
રાજમહેલના મધ્ય ખંડમાં ચારેય રાણીઓ સાથે સુરસુંદરી બેઠી હતી. નગરની પ્રતિષ્ઠિત સન્નારીઓથી ખંડ ખીચોખીચ ભરાઈ ગયો. સુરસુંદરીને સૌ પ્રેમથી મળી. સુરસુંદરીએ ઘટિકાપર્વત જિનભક્તિવિષયક ઉપદેશ આપ્યો. ...સૌ સ્ત્રીઓ આનંદવિભોર થઈ ગઈ. પુનઃ સુરસંગીતનગરમાં આવવાની પ્રાર્થના કરી સૌ વીખરાયાં,
સુરસુંદરી રાણીઓ સાથે પોતાના ખંડમાં આવી.
રાણીઓએ સુરસુંદરી માટે સુંદર વસ્ત્રો, મૂલ્યવાન અલંકારો અને કેટલીક દિવ્ય વસ્તુઓ તૈયાર કરી. સૌથી નાની રાણી રવિપ્રભાએ કહ્યું: “આ એક દિવ્ય પંખો છે. જો કોઈ સ્વરગ્રસ્ત મનુષ્ય પર પંખો વીંઝવામાં આવે તો એનો જ્વર દૂર થઈ જાય! એ આ પંખાની ખૂબી છે! તમને ઉપયોગી બનશે.”
સુરસુંદરી ગમગીન બની હતી. ચારેય રાણીઓ વિદાય આપવાના ઉમંગમાં હતી. રત્નજીટીનું મન પણ અસ્વસ્થ હતું... “ફરી વાર સુરસુંદરી આ વિદ્યાધર દુનિયામાં કેવી રીતે આવી શકે?... પણ હું શા માટે ઇચ્છું છું કે એ ફરી વાર અહીં આવે? ના... ના... મારે એનાથી દૂર જ રહેવું જોઈએ. એનું અદ્ભુત રૂપ ક્યારેક મારા મનને વિચલિત કરી દે તો? એ પરસ્ત્રી છે... અમરકુમારની પત્ની છે.. પતિવ્રતા મહાસતી છે.'
રત્નજી વિચારોના ઝંઝાવાતમાં અટવાયો હતો. સાંજે તેણે ભોજન પણ ન કર્યું... કોઈએ પણ ભોજન ન કર્યું.. રાત્રે ધર્મચર્ચા પણ ન થઈ. ચારે રાણીઓ સુરસુંદરીની પાસે જ સૂઈ ગઈ..
ખંડમાં મંદમંદ રત્નદીપકો જલતા હતા... પરંતુ ત્યાં સૂતેલી સન્નારીઓના હૃદયમાં, વિયોગના દુઃખમાંથી પ્રગટેલો અંધકાર છવાયેલો હતો. પ્રભાત થયું. પ્રભાતિક કાયોથી સહુ પરવાર્યા.
For Private And Personal Use Only