________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
પ્રીત કિયે દુઃખ હોય
બહેન...” રત્નજટીએ આંસુભરી આંખે સરસુંદરી સામે જોયું.. કહો ભાઈ.”
તારા વિયોગનું દુઃખ કેવી રીતે સહી શકીશ? છતાં તને આવતી કાલે બેનાતટનગરે પહોંચાડવાની છે...”
બહેન, હું તારી કોઈ સેવા નથી કરી શક્યો. તે પુણ્યશાલિની છે. ગુણોની મૂર્તિ છે... મારી કોઈ ભૂલ થઈ હોય, તો ક્ષમા કરજે બહેન... અને તારા આ ભાઈ પાસે કંઈ માગી લે... ભાઈ પાસે બહેન માગી શકે છે.
સુરસુંદરીની આંખો નીતરી રહી હતી. તેણે ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી અને બોલી:
“મારા વીરા, તમારા ગણોનો પાર નથી... તમારા સ્નેહભર્યા સાંનિધ્યમાં નવ મહિના ક્યાં વીતી ગયા ખબર જ નથી પડી... અહીં મને સુખ... સુખ... અને સુખ જ મળ્યું છે. છતાં હું એ ચાર વિદ્યાઓ માગું છું. જે ચાર ભાભીઓએ મને આપી છે...'
રત્નજટીએ ત્યાં જ સુરસુંદરીને ચાર વિદ્યાઓ શીખવી દીધી. સુરસુંદરીએ કહ્યું: ‘તમે ઉત્તમ પુરુષ છો. મારા પર તમે શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે...”
આવતી કાલે પ્રભાતે આપણે અહીંથી બેનાતટનગરે જવા પ્રયાણ કરીશું. આજે મધ્યાહ્નના ભોજન પછી નગરમાં જાણ કરાવી દઉં છું કે “આવતી કાલે બહેન અહીંથી જશે માટે જેને બહેનનાં દર્શન કરવાં હોય તે આવી જાય...'
રત્નજટી સુરસુંદરીના આવાસમાંથી નીકળીને પોતાના આવાસમાં આવ્યો. સુરસુંદરી... જતા રત્નજીને જોઈ રહી.. તેની આંખો સજલ બની ગઈ... “મહાન છે તું રત્નજટી... તું સંસારમાં રહેલો પુરુષ છે... ખારા સમુદ્રમાં તું મીઠું ઝરણું છે... તેં આપેલું વચન પાળ્યું.”
સુરસુંદરી રત્નજટીના આંતર-વ્યક્તિત્વની મહાનતાને વિચારી રહી... “તું યુવાન રાજા છે... તારી પાસે શક્તિ છે. તારું મનોનુશાસન અભુત છે... તારી વચનપાલનની દઢતા ગજબ છે.... તેં દુષ્કર કાર્ય કર્યું છે. સાધુ-પિતાનો તું સાધુ-પુત્ર છો! મારા વીરા... તું જીવનમાં ક્યારેય નહીં ભુલાય...' સુરસુંદરી મનોમન રત્નજીને વંદી રહી. મધ્યાહ્નના ભોજનનો સમય થયો.
For Private And Personal Use Only