________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય સુરસુંદરીએ મણિપ્રભાના મુખ પર હાથ મૂકીને બોલતી અટકાવી દીધી. “ચાલો, આપણે આવી વાત નથી કરવી. આજે છેલ્લી છેલ્લી એક તીર્થયાત્રા કરી આવીએ... જો ભાઈને અનુકૂળતા હોય તો... તમે અહીં બેસો, હું ભાઈને પૂછી આવું...' - સુરસુંદરી ઝડપથી ઊઠીને રત્નજટીના આવાસમાં પહોંચી. રત્નજીએ ઊભા થઈને સુરસુંદરીને આવકારી. સુરસુંદરીએ રત્નજટીનો વિષાદયુક્ત ચહેરો જોયો.
‘ભાઈ, આજે જો તમને અનુકૂળતા હોય તો સમેતશિખર તીર્થની યાત્રા કરી આવીએ...'
“અવશ્ય, મને અનુકૂળતા જ છે...' “તો તમે તૈયાર થાઓ, હું ભાભીઓને તૈયાર કરું છું...”
સુરસુંદરી રત્નજીટીના આવાસમાંથી નીકળીને પોતાના આવાસમાં આવી. રાણીઓને તૈયાર થવાનું કહ્યું અને પોતે પણ તૈયાર થવા લાગી.
રત્નજીએ પોતાનું વિમાન તૈયાર કર્યું. ચાર રાણીઓ અને સુરસુંદરીને વિમાનમાં બેસાડ્યાં અને રત્નજીટીએ વિમાનને સમેતશિખર તરફ ગતિશીલ
કર્યું.
એક ઘટિકામાં જ સમેતશિખરના પહાડ પર વિમાન પહોંચી ગયું. સહુએ ભાવપૂર્વક તીર્થયાત્રા કરી. જિનભક્તિ કરી. પરંતુ યાત્રા દરમિયાન રત્નજટી મૌન જ રહ્યો. તેનો વિષાદ દૂર ન થયો. પાછું વિમાન સુરસંગીત નગરમાં આવી ગયું... રત્નજી પોતાના આવાસમાં ચાલ્યો ગયો. રાણીઓ સાથે સુરસુંદરી પોતાનાં ખંડમાં ચાલી ગઈ.
ભોજનનો સમય થયો. સુરસુંદરીએ રત્નજ ટીને ભોજન કરાવ્યું. નીચી દૃષ્ટિએ ચુપચાપ ભોજન કરીને રત્નજટી ઊભો થઈ ગયો. રાણીઓએ અને સુરસુંદરીએ પણ મૌનપણે ભોજન કરી લીધું...
દિવસ પૂરો થઈ ગયો... રાત પણ વીતી ગઈ. પણ બેચેની ન વતી... બેચેની વધતી ગઈ... હવે સુરસુંદરી આ મહેલમાં એક દિવસ ને એક રાત જ હતી...
પ્રભાતિક કાર્યોથી નિવૃત્ત થઈને રત્નજી સ્વયં સુરસુંદરીના ખંડમાં ગયો. સુરસુંદરીએ ઊભા થઈ રત્નજદીને આવકાર્યો. આસન પ્રઘન કર્યું. પોતે રત્નજીની સામે જમીન પર બેસી ગઈ.
For Private And Personal Use Only