________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
પ્રીત કિયે દુઃખ હોય
શાનો નિર્ણય?” ‘તમને પતિગૃહે વળાવવાન! બે દિવસ જ હવે આપણો સંયોગ છે...” સુરસુંદરી મૌન રહી. તેના મુખ પર ગ્લાનિ પ્રસરી ગઈ. “બહેન, ભાઈને પુનઃ યાદ કરીને અહીં આવશો ને? ભૂલી નહીં જાઓ ને?”
ભાઈ જેમ જીવનપર્યત યાદ રહેશે તેમ મારા વહાલી ભાભીઓ પણ ક્યારેય નહીં ભુલાય...”
અમારી ભેટ તમારે સ્વીકારવાની છે...”
અહીં આવીને બધું સ્વીકાર્યા જ કર્યું છે ને? તમે મને શું નથી આપ્યું? મેં શું નથી લીધું?'
“અમે કંઈ જ આપ્યું નથી બહેન... હવે અમે ચારેય ભાભીઓ તમને એકએક વિદ્યા આપીશું. પહેલી વિદ્યા છે રૂપપરાવર્તિની. એ વિદ્યાથી તમે ઇચ્છશો એ રૂપ કરી શકશો. બીજી વિદ્યા છે અદશ્યકરણી. એ વિદ્યાના પ્રભાવે તમે ઇચ્છશો ત્યારે અદૃશ્ય થઈ જશો. તમને કોઈ જોઈ નહીં શકે. ત્રીજી વિદ્યા છે પરવિદ્યાછેદિની” આ વિદ્યાથી તમારા પર બીજા કોઈની વિદ્યાશક્તિની અસર નહીં થાય. ચોથી વિદ્યા છે કુંજરશતબલિની. આ વિદ્યાના સ્મરણથી તમારા શરીરમાં સો હાથી જેટલી શક્તિ આવી જશે!”
અભુત! અદ્દભુત!' સુરસુંદરી બોલી ઊઠી. તમારા ભાઈ તમને આ વિદ્યા શીખવશે.”
સુરસુંદરી ગદ્ગદ્ થઈ ગઈ. આ વિદ્યાઓ એના માટે અત્યંત ઉપયોગી બની શકે એમ હતી... કારણ કે બેનાતટનગરમાં જ્યાં સુધી અમરકુમાર ન આવે ત્યાં સુધી એને એકલીએ રહેવાનું હતું અને પોતાના શીલનું જતન કરવાનું હતું... વિશેષમાં, એની આંતરિક ઇચ્છા તો રાજ્ય પ્રાપ્ત કરવાની પણ હતી! ચાર વિદ્યાઓ ભેટ મળવાની વાત સાંભળીને તેને પોતાની ઇચ્છા સફળ બનવાની શ્રદ્ધા પ્રગટી. ચારેય રાણીઓ પ્રત્યે કૃતજ્ઞતાથી તે ભાવવિભોર થઈ ગઈ. ‘તમે તો મને ઉપકારના મેરુ નીચે દાબી દીધી.”
એમ ન બોલો બહેન, આ તો અમે કંઈ જ આપતાં નથી. કોઈ જ ઉપકાર કરતાં નથી... તમે અમારા પર સાચા ઉપકાર કર્યા છે. તમે અમને જે તત્ત્વજ્ઞાન આપ્યું છે...'
For Private And Personal Use Only