________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
30
રાણીઓના અનુનયથી રત્નજટીએ વધુ ત્રણ મહિના સુરસુંદરીને પોતાને ત્યાં રાખી. પરંતુ એ વધુ જાગ્રત બન્યો. ક્યારેય પણ ઇન્દ્રિયો ચંચળ ન બની જાય... મન ઉન્મત્ત ન થઈ જાય, તે માટે સજાગ રહેવા લાગ્યો. જોતજોતામાં ત્રણ મહિના વ્યતીત થઈ ગયા. તેણે પોતાની ચારેય રાણીઓને કહી દીધું:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘બે દિવસ પછી હું બહેનને એના સાસરે મૂકી આવીશ, માટે તમારે બહેનને જે ભેટ આપવી હોય તે આપી દેજો....
‘અમે વિચાર્યું છે બહેનને ભેટ આપવાનું!'
‘શું?’
પહેલી રાણી મણિપ્રભાએ કહ્યું :
‘હું રૂપપરાવર્તિની’ વિદ્યા આપવા ઇચ્છું છું'
બીજી રાણી રત્નપ્રભાએ કહ્યું :
હું ‘અદ્દેશ્યકરણી’ વિદ્યા આપવા ચાહું છું.'
ત્રીજી રાણી વિદ્યુત્પ્રભાએ કહ્યું :
‘હું ‘પરવિઘાચ્છેદિની' વિદ્યા આપવા ઇચ્છું છું.’ ચોથી રાણી રવિપ્રભાએ કહ્યું :
‘હું ‘કુંજરશતબલિની’ વિદ્યા આપવા ચાહું છું.' રત્નજટીએ કહ્યું :
‘તમે ઉત્તમ ભેટ આપવાનું વિચાર્યું છે.'
‘પરંતુ એ બધીય વિદ્યાઓ તો આપે જ શીખવવી પડશે ને?’
‘હું શીખવીશ.’
ચારેય રાણીઓ પ્રસન્ન થઈ ગઈ. તે રત્નજટી પાસેથી ઊઠીને સીધી પહોંચ સુરસુંદરી પાસે. સુરસુંદરીં શ્રી નવકાર મંત્રનું ધ્યાન કરીને વસ્ત્રપરિવર્તન કરી રહી હતી. રાણીઓને આવકાર આપ્યો અને સહુ નિરાંતે બેઠાં.
‘બહેન, તમારા ભાઈએ તો આજે નિર્ણય કરી લીધો.’
For Private And Personal Use Only