________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
આટલો બધો વિષાદ શા માટે ભાઈ?” ભવિષ્યના વિચારોનો ઝંઝાવાત આવી ગયો..” એવા તે કેવા વિચારો આવી ગયા? જો કહેવા યોગ્ય હોય તો..” તારાથી કોઈ વાત છુપાવવા જેવી જ નથી બહેન...' “તો પછી કહી દો. વિચારોને વ્યક્ત કરી દેવાથી હૃદય હળવું બને છે.”
તારા વિયોગના વિચારો આવી ગયા.. તને હવે બેનાતટનગરે પહોંચાડવી પડશે ને?'
ચારેય રાણીઓ ભાઈ-બહેનને વાતો કરતા મૂકીને પોતાનાં કાર્યોમાં વ્યસ્ત થઈ ગઈ હતી. અલબત્ત, રત્નજ ટીના વિષાદે ચારેય રાણીઓને ચિંતાગ્રસ્ત કરી દીધી. રત્નજીટીની વાત સાંભળીને સુરસુંદરી વિચારમાં પડી ગઈ. નંદીશ્વર દ્વીપ પર મુનિરાજ મણિશંખે કહેલું ભવિષ્ય-કથન તેની સ્મૃતિમાં આવી ગયું. તેણે રત્નજટી સામે જોયું. રત્નજ ટીની આંખોમાં તેણે વેદના જોઈ.
ભાઈ, મારે બેનાતટનગરે નથી જવું. હું અહીં જ રહીશ...' “એમ કેમ બને? તું મારા અમારા સુખનો વિચાર કરે છે... તો શું મારે તારા સુખનો વિચાર ન કરવો જોઈએ? જે ભાઈ બહેનના સુખસૌભાગ્યનો વિચાર ન કરે તે ભાઈ નગુણો કહેવાય.”
પણ મને હવે સંસારનાં સુખોનું એવું કોઈ આકર્ષણ નથી રહ્યું.. અમરકુમાર વિના જીવી શકીશ, ભાઈ, હું તમને છોડીને નહીં જાઉં. બસ! તમારી વેદના મારાથી નથી સહેવાતી.. નહીં સહેવાય... હું અહીં સુખી છું, પ્રસન્ન છું.”
ભાઈના ઘરનું સુખ અને પતિગૃહનું સુખ બંને સુખમાં ઘણું અંતર હોય છે, બહેન.. પતિગૃહે દુઃખ હોય છતાં સ્ત્રી શોભે પતિગૃહે જ, આ તો મારાં કોઈ પૂર્વજન્મનાં પુણ્ય ઉદયમાં આવી ગયાં કે તું મળી ગઈ.. બહેન! તને પામીને હું ધન્યતા અનુભવું છું... મેં તારા પ્રત્યે અનહદ સ્નેહ કર્યો છે... સહજ રીતે જ એ સ્નેહ બંધાઈ ગયો છે... પરંતુ એ સ્નેહ જ મને તારા વિયોગની પીડા
For Private And Personal Use Only