________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૭૩ તો આપણે રમત બંધ કરી દઈએ.. તમને સુખ ઊપજે તેમ કરીએ...' રાણીઓએ રમત સમેટી લીધી. ચારેય રાણીઓ ચિંતાગ્રસ્ત થઈ ગઈ. બહેન, ઉદ્યાનમાં ફરવા જવું છે?” બહેન, કોઈ પેય લઈ આવું?” બહેન, થોડી વાર સૂઈ જવું છે?” “બહેન, માથું દબાવી દઉં?”
સુરસુંદરીના અજંપાએ ચારેય રાણીઓને ઉદ્વિગ્ન કરી દીધી. સુરસુંદરીએ ચારેયની સામે જોયું.
કહો બહેન, શું કહેવા ઇચ્છો છો?'
મારે મારા ભાઈ પાસે જવું છેમને શીઘ્ર લઈ જાઓ. મને તેઓ યાદ કરે છે...”
સુરસુંદરી ઊભી થઈ ગઈ... ચારેય રાણીઓ સાથે ત્વરિત ગતિએ તે નીચે ઊતરી આવી... રત્નજીના શયનખંડનું દ્વાર બંધ હતું... દ્વાર પાસે આવીને સુરસુંદરી ઊભી રહી ગઈ. તેણે પોતાના બંને હાથ દ્વાર પર મૂક્યા ને ચીસ પાડી ઊઠી... “ભાઈ... દ્વાર ખોલો.' તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. તે દ્વાર પાસે બેસી પડી. ચારેય રાણીઓ પણ રડી પડી... સુરસુંદરીની પાસે બેસી ગઈ. રત્નજીએ સ્વસ્થ બનીને દ્વાર ખોલ્યું..
સુરસુંદરી એકદમ ઊભી થઈ ગઈ. તેણે રત્નજ ટીના બે ખભા પકડી લીધા... ને આંખોમાં આંખો પરોવીને ઊભી રહી.
ભાઈ, તમે મને યાદ કરતા હતા ને?”
હા, બહેન.. પળ-પળ તને યાદ કરું છું...” રત્નજટીએ સ્વસ્થતા ખોઈ નાંખી. લાલ-લાલ આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં...
0
0
0
For Private And Personal Use Only