________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
પ્રીત કિયે દુ:ખ હોય
‘મારે બહેનના સુખનો વિચાર કરવો જોઈએ... સ્ત્રીના જીવનનું મોટામાં મોટું સુખ એનો પતિ હોય છે. મારે હવે થોડા દિવસોમાં જ એને બેનાતટનગરમાં પહોંચાડી દેવી જોઈએ... એના વિના...'
રત્નજટી પલંગમાં પછડાઈ પડ્યો... ધ્રુસકે ધ્રુસકે ૨ડી પડ્યો... તેનું મન ખૂબ ઉઢિગ્ન થઈ ગયું... વિયોગની કલ્પનાએ એને હચમચાવી નાંખ્યો...
‘હું એને કહીશ... બહેન, તારા પતિને લઈને ફરી તું અહીં આવજે. પછી તું અહીં જ રહી જજે... હું અમરકુમારને મારું અડધું રાજ્ય આપી દઈશ. વિદ્યાશક્તિઓ આપીશ... તે માની જશે... બસ, પછી તારો ક્યારેય વિયોગ નહીં થાય... હા, હમણાં તો તને હું બેનાતટનગરમાં પહોંચાડી દઈશ... ત્યાં તને અમરકુમાર અવશ્ય મળશે... પણ પતિ મળ્યા પછી ભાઈને ભૂલી તો નહીં જાય ને? હું તો તને આ ભવમાં એક ક્ષણ પણ નહીં ભૂલી શકું... તારા ગુણોર્ન યાદ કરી કરીને....
રત્નજટીની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. તે સ્વગત બોલવા લાગ્યો:
‘પરંતુ મારી વહાલી બહેન... તને હું કઈ જીભથી કહીશ..., કે ચાલ તને હું બેનાતટનગરે પહોંચાડું. ના, ના, મારી જીભના હજાર ટુકડા થઈ જાય, હું તને નહીં કહી શકું...’
‘ઓ હો... લાગણી અને કર્તવ્ય વચ્ચે કેવો ઘોર સંઘર્ષ જાગી ગયો મારા મનમાં? સ્નેહ તને દૂર કરવાની કલ્પના પણ નથી કરવા દેતો... કર્તવ્ય તને દૂર લઈ જવાની ફરજ પાડે છે... સ્નેહમાં મારો વિચાર મુખ્ય બન્યો છે... કર્તવ્યમાં તારો વિચાર પ્રધાન છે... પણ વહાલી બહેન, હું સ્વાર્થી નહીં બનું... મારું હૃદય ભલે ચિરાઈ જાય... હું તારા સુખનો જ વિચાર કરીશ... તને બેનાતટનગરે પહોંચાડીશ... તું સુખી થા મારી લાડકવાયી બહેન... બસ, ક્યારેક તારા આ અભાગી ભાઈને યાદ કરજે...'
રત્નજટીના રુદને મહેલના પથ્થરોને પીગળાવી દીધા હશે...
સોગઠાં ૨મતાં રમતાં સુરસુંદરીનું હૃદય ભારેભારે થવા લાગ્યું. એનું મન કોઈ અવ્યક્ત અજંપો અનુભવવા લાગ્યું. સોગઠાં ખોટાં પડવા લાગ્યાં... રાણીઓએ એની સામે જોયું ને ચોંકી પડી...
‘બહેન... તમારા મુખ પર ગ્લાનિ કેમ?’ ‘મને સમજાતું નથી... મને કંઈ ગમતું નથી.'
For Private And Personal Use Only