________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૭૧ સાંનિધ્યમાં સુરસુંદરી નિર્ભય.. નિશ્ચિત બનીને જીવી રહી હતી. અગિયારઅગિયાર વર્ષોના રઝળપાટનો થાક ઊતરી ગયો હતો. શરીરની ગ્લાનિ દૂર થઈ ગઈ હતી. દિવ્યકાન્તિ પ્રગટી ગઈ હતી. તેના દેહનું સૌષ્ઠવ અને મુખનું લાવણ્ય ઇન્દ્રાણીને પણ પરાજિત કરી દે તેવું ખીલી ઊડ્યું હતું.
રત્નજરી આજે પહેલી જ વાર સુરસુંદરીના શારીરિક રૂપ-લાવણને વિચારતો હતો! તે તુરત નીચે ઊતરી ગયો. પોતાના શયનખંડમાં જઈને પશ્ચિમની વાતાયન પાસે જઈને ઊભો રહ્યો. તેનું મન પોકારી રહ્યું હતું. ‘હવે બહેનને વહેલામાં વહેલી તકે બેનાતટનગરમાં મૂકી આવ... એમાં જ તારું અને એનું હિત સમાયેલું છે..”
હું એને કેવી રીતે મૂકી આવું? એના વિના હું નહીં રહી શકું.. એના વિના મારું જીવન શુષ્ક... નીરસ બની જાય...'
“જો, નહીં મૂકી આવે.. ને તારા મનમાં પાપ જાગી ગયું તો? પેલા ધનંજય અને ફાનહાનની નવી આવૃત્તિ બની જઈશ તો?”
ના, ના... એવું તો કલ્પાંતકાળે પણ નહીં કરે આ રત્નજટી... હું એક મહાન મુનિ-પિતાનો પુત્ર છું! એ મારી ભગિની છે. મારી વહાલી બહેન છે. હું ભાઈ જ રહીશ... એ મારી બહેન જ રહેશે...'
રત્નજટી, છ મહિનામાં... એક દિવસ પણ... એની સાથે તને એકાંત નથી મળ્યું... માટે તું એના પ્રત્યે “બહેન” નો ભાવ ટકાવી શક્યો છે.. અચાનક કોઈ પાપકર્મનો ઉદય આવશે... ને એકાંત મળી જશે. ત્યારે તું તારી જાત પર સંયમ ન રાખી શક્યો તો?”
મને મારી જાત પર વિશ્વાસ છે. હું એ વિશ્વાસને ગુમાવવા નથી માગતો.... એકાંતમાં પણ મારી એ બહેન.... બહેન જ રહેશે! એના માટે હું ભાઈ જ રહીશ... મારે માનસિક નબળાઈનો ભોગ ન જ બનવું જોઈએ... હું એને અહીં જ રાખીશ... મારા પરિવારના માનસરોવરમાં એ રાજહંસી બનીને આવી છે.. એના વિનાનું મારું સરોવર શોભાહીન બની જશે...'
તું તારા જ હૃદયનો વિચાર કરીશ રત્નજી? શું એ બહેનને એનો પતિ યાદ નહીં આવતો હોય? તું કેમ ભૂલી જાય છે પિતા મુનિરાજની ભવિષ્યવાણી? તારું પાપકર્મ ઘણું ઘણું ભોગવાઈ ગયું છે. સુરસુંદરી. તને બેનાતટનગરમાં તારા પતિનું મિલન થશે...'
અને રત્નજીટીની આંખો સજલ બની ગઈ..
For Private And Personal Use Only