________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
પ્રીત કિયે દુઃખ હોય તરફથી એણે કોઈ જ સુખ પામવાની ઇચ્છા ન કરી! દુનિયામાં એક શ્રેષ્ઠ કક્ષાનો ભાઈ પોતાની સહોદરી ભગિનીને જેટલું અને જેવું સુખ આપે, તેટલું અને તેવું સુખ તેણે સુરસુંદરીને આપ્યું.
એના મનમાં ક્યારેક એ પ્રશ્ન ઊઠ્યો હતો... કે “જેની સાથે મારે કોઈ સંબંધ નથી.... પરિચય નથી... કોઈ સ્વાર્થ નથી... એના પ્રત્યે મારા હૃદયમાં સ્નેહ કેમ જાગ્યો? હું શા માટે એને નગરમાં લઈ આવ્યો? શા માટે મેં એને મારા મહેલમાં રાખી? શા માટે આટલી બધી આત્મીયતા બંધાઈ ગઈ? નંદીશ્વર દ્વિીપની યાત્રા કરાવીને મેં એને પૂછીને, એને જ્યાં-જે નગરમાં જવું હતું, ત્યાં પહોંચાડી દીધી કેમ નહીં? એક અપરિચિતા યૌવના પ્રત્યે આવું.... ને આટલું બધું આકર્ષણ કેમ જાગી ગયું છે? ભલે એ આકર્ષણનું માધ્યમ એના ગુણો છે, પરંતુ મારે એનું શું પ્રયોજન છે? હું તો એને મારી સમગ્રતાથી ચાહવા લાગ્યો છું.. મારી રાણીઓ પણ એની સાથે આત્મીયતા બાંધી બેઠી છે... કેમ? શા માટે? કોઈ પ્રયોજન વિના શું આવા સંબંધોનાં ફૂલ ખીલી જતાં હશે?'
તો શું જન્મ-જન્માંતરના કોઈ સંબંધોના સંસ્કારો જાગી ગયા હશે? હા, એમાં વર્તમાન જીવનમાં નામ.... કે પરિચયની જરૂર રહેતી નથી! એમાં કોઈ દેહના રૂપ કે લાવણ્યની પણ જરૂર રહેતી નથી. અવશ્ય જન્મ-જન્માંતરનો જ કોઈ સંબંધ-સંસ્કાર જાગ્યો લાગે છે...' આ રીતે રત્નજટી સ્વયં જ પોતાના પ્રશ્નોનું સમાધાન કરે છે.
જીવનમાં ઘણું બધું અણધાર્યું બની જતું હોય છે! આ પણ એક અણધારી ઘટના હતી. અલબત્ત, પૂર્ણ જ્ઞાનીની દૃષ્ટિમાં તો કંઈ જ અણધાર્યું હોતું નથી.... અણધાર્યું ને ધારેલું તો અપૂર્ણ માનવીની કલ્પનાઓ છે. નંદીશ્વર દ્વીપથી પાછા ફરતાં રત્નજીએ ક્યાં ધાર્યું હશે કે આકાશમાંથી એક માનવ-સ્ત્રીને પડતી તે ઝીલી લેશે... ને એને એ પોતાના મહેલમાં લઈ આવશે!
છ મહિના વીતી ગયા હતા.
એક દિવસ મધ્યાહ્નકાળે ચાર રાણીઓ સુરસુંદરી સાથે સોગઠાં રમી રહી હતી. ખેલ જામ્યો હતો. દેશકાળનું ભાન ભૂલીને રમત રમી રહી હતી... ત્યાં અચાનક રત્નજી જઈ ચડ્યો. ખંડના દ્વાર પાસે જ ઊભો રહી ગયો. રાણીઓએ કે સુરસુંદરીએ... કોઈએ રત્નજટીને જોયો નહીં, પણ રત્નજટી સુરસુંદરીને જોઈ જ રહ્યો... રત્નજીની પ્રેમાળ છત્રછાયામાં અને ચાર-ચાર રાણીઓના નેહભર્યા
For Private And Personal Use Only