________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૭૯ વિચિત્ર હોય છે. એ વૈષયિક સુખ નવાં-નવાં પાત્રોમાં શોધતું રહે છે... રત્નજટી એમાં અપવાદ હતો છતાં તે પોતાના મન પ્રત્યે જાગ્રત હતો.
એ સમજતો હતો કે કર્મપરવશ જીવના વિચારો સ્થિર નથી રહેતા. ક્યારેક વિચારો પવિત્ર હોય તો ક્યારેક અપવિત્ર બની જાય છે. એ જાણતો હતો કે મનુષ્ય ક્યારેક પોતાના મન પર સંયમ રાખી શકે છે... તો ક્યારેક સંયમનો બંધ માટીનો નીકળે છે... વિચારોનો ધસમસતો પ્રવાહ એ માટીના બંધને તોડી નાંખે છે.
અનેકવાર પિતા-મુનિરાજના ધર્મોપદેશમાં તેણે સાંભળેલું હતું કે મોટા મોટા સંયમધર ઋષિ-મુનિઓ પણ સ્ત્રીનું નિમિત્ત પામી વૈચારિક અને શારીરિક પતનની ખાઈમાં ગબડી પડ્યા છે! એ સાંભળતાં એણે પોતાની જાતની સરખામણી પણ કરી હતી.... “એ ઉગ્ર સંયમી અને તપસ્વી મુનિવરોના મનોનિગ્રહની તુલનામાં મારો મનોનિગ્રહ તો કોઈ વિસાતમાં નથી. એવા મુનિવરો.. કે જેઓ અધ્યાત્મના ઉચ્ચતમ્ શિખરે ઊભા હતા... તેઓએ પણ મનોનિગ્રહ ખોઈ નાંખ્યો. કોઈ એકાદ મેનકાનું નિમિત્ત પામીને.. તો હું કોણ? મારે એવા પતનનાં નિમિત્તોથી અળગા જ રહેવું જોઈએ.”
આ સાવધાનીને એણે પોતાના જીવનમાં સ્થાન આપ્યું હતું એટલે જ તો યુવાન રાજેશ્વર હોવા છતાં, તેનું જીવન અકલંક રહ્યું હતું. પોતાની રાણીઓને પૂર્ણ વફાદાર રહ્યો હતો. કોઈ જ પરસ્ત્રીનો તેણે સંપર્ક રાખ્યો ન હતો. કોઈપણ યુવતી કે કોઈ પણ સ્ત્રી સાથે તેણે આત્મીયતા બાંધી ન હતી. જીવનમાં સદાચારનું એ ચુસ્તપણે પાલન કરતો હતો. વચન-પાલન અને વફાદારી જેવાં માનવીય ગુણોની તેની પાસે સારી સમૃદ્ધિ હતી.
તેણે પોતાના રાજ્યમાં પણ માનવીય ગુણોનો શ્રેષ્ઠ પ્રસાર કર્યો હતો.... પ્રજાજનોમાં માનવીય ગુણોનાં પુષ્પો હમેશાં ખીલેલાં રહેતાં હતાં. બાહ્ય સમૃદ્ધિનો તો વિદ્યાધરોની દુનિયામાં પાર જ ન હોય. આંતરગુણ-સમૃદ્ધિ પણ રત્નજીના રાજ્યમાં પાર વિનાની હતી.
સુરસુંદરી તો અચાનક જ રત્નજરીના જીવનમાં આવી ગઈ હતી. ભારંડ પક્ષીની ચાંચમાંથી છૂટીને જમીન પર પડતી એને ઝીલી લીધી હતી. એના કરુણાસભર હૃદયે ઝિલાવી લીધી હતી એને! “બીજાના દુઃખને દૂર કરવાની ઇચ્છા.... અને પ્રવૃત્તિ જીવો પ્રત્યેની સાચી મૈત્રી છે. આ સત્ય એને આત્મસાતું હતું. એણે સુરસુંદરીનાં દુઃખ દૂર કર્યા. એને ભરપૂર સુખ આપ્યાં. એના
For Private And Personal Use Only