________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
સુરસંગીત નગરમાં સુરસુંદરીના છ મહિના વીતી ગયા હતા. રત્નજટીના પરિવાર સાથે તેના આત્મીય સંબંધો બંધાઈ ગયા હતા.
રત્નજટી સાથે, તેની ચાર રાણીઓ સહિત અનેક તીર્થોની યાત્રાઓ કરી હતી. યાત્રાપ્રવાસમાં રત્નજટી સાથે વિવિધ પ્રકારની તત્ત્વચર્ચાઓ થતી હતી. નિયમિત રત્નજટીને ભોજન કરાવતાં પણ તેની સાથે અનેક વિષયો પર વાર્તાલાપ થતો રહેતો હતો... રત્નજટી મુક્ત મનથી વાતો કરતો હતો પરંતુ એનું મન નિર્મળ હતું... તેના હાસ્યમાં પણ નરી નિર્દોષતા જ ટપકતી હતી. તેની આંખોમાંથી નિર્મળ સ્નેહની સરવાણી વહેતી હતી. તેનું મન સદૈવ સુરસુંદરીના ગુણોનું મનન કરતું રહેતું હતું. લગભગ એક વર્ષથી પતિનો વિયોગ સહન કરતી એ મહાસતી નારીએ પોતાના શીલનું અદ્દભુત જતન કર્યું હતું... રત્નજટી સુરસુંદરીના જીવનમાં આવી ગયેલા દુ:ખના ઝંઝાવાતોના વિચારોમાં ક્યારેક ખોવાઈ જતો. સુરસુંદરી પ્રત્યેની તીવ્ર સહાનુભૂતિથી તેનું હૃદય ભરાઈ જતું... જ્યારે પિતા-મુનિરાજનાં વચનો યાદ આવતાં ત્યારે ... તેનું મસ્તક અહોભાવથી સુરસુંદરીના ચરણે નમી પડતું હતું.
રત્નજટી યુવાન રાજેશ્વર હતા, પરંતુ તેનામાં યૌવનનો ઉન્માદ ન હતો. તે પરાક્રમી હતો... છતાં અવિચારી ન હતો. પોતાના મહાન પિતૃકુળની ઉજ્જ્વલ કીર્તિને ક્યાંય ડાઘ ન લાગી જાય, તે માટે સદૈવ જાગ્રત રહેતો હતો. વચનપાલનનો તે અતિ આગ્રહી હતો. સુરસુંદરીને આપેલું વચન તેની સ્મૃતિમાં બરાબર સચવાયેલું હતું. તને હું વચન આપું છું... તને હું બહેન માનીશ... તું યાદ રાખજે... હું મુનિ-પિતાનો પુત્ર છું!
છ-છ મહિનાથી રત્નજટી પોતાના વચનનું વિશુદ્ધ પાલન કરી રહ્યો હતો... મન-વચન-કાયાથી પાલન કરી રહ્યો હતો. તેના મનમાં પણ સુરસુંદરી પ્રત્યે વિચાર-વિકાર પ્રગટ્યો ન હતો! અલબત્ત, તેની વૈયિક ઇચ્છાઓની પૂર્તિ કરનારી ચાર-ચાર રૂપવતી અને લાવણ્યમયી રાણીઓ હતી, પરંતુ એમ તો રાવણના અંતેપુરમાં ક્યાં ઓછી રાણીઓ હતી? હજારો રાણીઓ હતી... છતાં સીતાજી પ્રત્યે તેનું મન વિકૃત નહોતું બન્યું? પુરુષનું મન જ કંઈક
For Private And Personal Use Only