________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
પ્રીત કિયે દુઃખ હોય
કરીને તેમને વિદાય આપી છે...'
‘તો હવે મારી પુત્રીને શાનું અધ્યયન કરાવવા વિચાર્યું છે?’ રાણી રતિસુંદરીએ પૂછ્યું.
‘હું એટલા માટે જ, તમારી સાથે પરામર્શ ક૨વા અહીં આવ્યો છું'
‘મને તો એમ ઉચિત લાગે છે કે સુંદરીને હવે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપવું જોઈએ... આ જ્ઞાન સિવાય બીજી બધી કળાઓ અધૂરી છે.'
દેવી, તમારી વાત સાચી છે. સુંદરી જો ધર્મનાં તત્ત્વોને પામે તો એના જીવનમાં ખૂબ ઉપયોગી બને. ધર્મનાં મૌલિક તત્ત્વો જ સાચી શાન્તિ આપી શકે છે. આધ્યાત્મિક વિચારધારા જ મનુષ્યને આંતરતૃપ્તિ આપી શકે છે.
બેટી, લે... આપણે જે વિચારતાં હતાં એમાં તારા પિતાજીની અનુમતિ સહજભાવે જ મળી ગઈ!' રાણી રતિસુંદરી પ્રફુલ્લિત થઈ ગઈ. તેણે રાજાને કહ્યું:
‘નાથ, આપ અહીં પધાર્યા, એ પૂર્વે અમે મા-દીકરી આ જ વિચાર કરી રહ્યાં હતાં. સુંદરીની પણ એ જ ઇચ્છા છે... ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની! પરંતુ આ જ્ઞાન સુંદરીને કોણ આપશે?'
‘ધર્મનું જ્ઞાન તો ધર્મમય જીવન જીવનાર... સાક્ષાત્ જે ધર્મમૂર્તિ હોય એ જ આપી શકે અને એમની પાસેથી જ લેવું જોઈએ. જેના જીવનમાં ધર્મ ન હોય... અને ધર્મશાસ્ત્રોનો પંડિત હોય... તેની પાસેથી શાસ્ત્રજ્ઞાન ભલે મળે, જીવંત ધર્મતત્ત્વનો હૃદયસ્પર્શી બોધ ન મળે! એટલે, સુંદરીને તો કોઈ ધર્મમૂર્તિ સાધ્વી મળી જાય તો સરસ કામ થઈ જાય.’
‘સાધ્વીજી પાસે? પરંતુ...’
ચિત્તા ન કરો દેવી, તમારી પુત્રી કદાચ વૈરાગી બની જાય અને સાધ્વી બની જાય... તો આપણું પરમ સૌભાગ્ય સમજજો! આપણી પુત્રી જો મોક્ષમાર્ગે ચાલી નીકળશે તો ક્યારેક આપણને એ આ દાવાનળ સમા સંસારથી ઉગારશે!' રાજા રિપુમર્દનનું અંતઃકરણ બોલી રહ્યું હતું.
‘દેવી, નિઃસ્વાર્થ... નિઃસ્પૃહી અને નિષ્પાપ એવાં સાધ્વીજી જે ધર્મબોધ આપશે તે સુંદરીના અંતરાત્માને સ્પર્શ કરશે! સુંદરીને ઉચ્ચ કોટિના સંસ્કારો પ્રાપ્ત થશે. ઉચ્ચ આત્માઓના આશીર્વાદ પ્રાપ્ત થશે... કોઈ દિવ્ય તત્ત્વોની પ્રાપ્તિ થશે!'
For Private And Personal Use Only