________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
85 .
યૌવનના ઉંબરે સુરસુંદરીએ પગલાં માંડ્યાં અને અનેક કલાઓની એ સ્વામિની બનીકલાચાર્યે આવીને રાજા રિપુમર્દનને નિવેદન કર્યું.
“મહારાજા, રાજકુમારીએ સ્ત્રીને યોગ્ય ચોસઠ કળાઓ પ્રાપ્ત કરી લીધી છે. મારી પાસે જેટલી કળાઓ હતી તે બધી જ મેં એને આપી છે. મારું કાર્ય પૂર્ણ થયું છે.”
તમારી વાત સાંભળીને ખૂબ સંતોષ થયો છે પંડિતજી! એક દિવસ રાજસભામાં હું રાજકુમારીના જ્ઞાનની અને બુદ્ધિની પરીક્ષા કરીશ.. પરંતુ એક વાત કહે પંડિતજી કે તમારી પાઠશાળામાં બીજો કોઈ છાત્ર-છાત્રાઓ એવાં છે કે જેમણે રાજકુમારી જેટલું કે એનાથી વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય! એની બુદ્ધિ પણ ખૂબ કુશાગ્ર હોય!”
હા મહારાજા, મારી પાઠશાળામાં શ્રેષ્ઠ છાત્ર છે, શેઠ ધનાવહનો પુત્ર અમરકુમાર! તર્કશાસ્ત્રમાં અને વ્યાકરણશાસ્ત્રમાં તે પારંગત બન્યો છે. વૈદકશાસ્ત્રમાં જાણે બીજો ધન્વતરી જોઈ લો! ધનુર્વિદ્યામાં તેની જોડ જડે એમ નથી. મંત્રતંત્રના વિષયમાં તેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અશ્વપરીક્ષા અને હસ્તીનિગ્રહની કળાઓ તેણે પ્રાપ્ત કરી છે.'
ખૂબ સુંદર પંડિતજી! રાજસભામાં સુરસુંદરીની સાથે અમરકુમારનાં જ્ઞાન અને બુદ્ધિની પણ કસોટી કરીશું!'
જ્યારે આપ આજ્ઞા કરશો ત્યારે આયોજન કરી દઈશ.” રાજા રિપુમર્દિને કલાચાર્યને ઉત્તમ વસ્ત્રો અને અલંકારો ભેટ આપી તેમનો ઉચિત સત્કાર કર્યો. પંડિત સુબુદ્ધિએ વિદાય લીધી. રાજા રિપુમર્દન મંત્રણાખંડમાંથી નીકળી રાણી રતિસુંદરી પાસે ગયો. સુરસુંદરી પોતાની માતા પાસે જ બેઠી હતી. માતા-પુત્રીનો વાર્તાવિનોદ ચાલતો હતો. બંનેએ ઊભાં થઈને રાજાનો વિનય કર્યો. રિપુમર્દન ભદ્રાસન પર બેઠો. રાણી અને રાજકુમારી ઉચિત જગાએ બેસી ગયાં.
બેટી, તારા કલાચાર્ય આવ્યા હતા. હમણાં જ તેઓ ગયા. તેમની પાસે તારું અધ્યયન- શિક્ષણ પૂર્ણ થયું છે. તેમનો વસ્ત્રાલંકારથી ઉચિત સત્કાર
For Private And Personal Use Only