________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય અમર... મારા અમર... તું મને ક્ષમા નહીં આપે? તું મારી સાથે નહીં બોલે? મારી સામે પણ નહીં જુએ?'
અમરકુમારની આંખો આંસુભીની થઈ ગઈ. સુંદરી સાથે નહીં બોલવાનો... સુંદરી સામે નહીં જોવાનો એનો સંકલ્પ બરફ બનવા લાગ્યો. એણે ધીરે ધીરે આંખો ઊંચી કરી... સુરસુંદરી સામે જોયું... ને આંખો ઢાળી દીધી.
અમ૨, મેં તારું અપમાન કર્યું છે, તું મને સજા કર. મેં તને કડવા શબ્દો સંભળાવ્યા છે, તું મને સજા કર. તું મારા પર ગુસ્સો કર... તું મને કડવા શબ્દો કહે... હું હવે ક્યારેય આવી ભૂલ નહીં કરે..'
અમરે પોતાના વસ્ત્રથી સુરસુંદરીની આંખોમાં આંસુ લૂક્યાં... સુરસુંદરીના મુખ પર પ્રસન્નતા ઝળકી ઊઠી. તેણે અમરનો હાથ પકડી લીધો....
અમર, તું મને નહીં તરછોડે ને? તું મારા સામે જોઈશને? તું મારી સાથે બોલીશને? તું એક વાર હસીને મને જવાબ આપ...'
સુંદરી... આપણે બંને ગઈકાલને ભૂલી જઈએ...!” હા, અમર! ભૂલી જઈએ. આપણી મિત્રતા અમર રહેશે, અમર!” સમય થઈ ગયો હતો. બંનેનો વિષાદ દૂર થઈ ગયો હતો.. પણ શું માણસ કોઈ દુર્ઘટનાને ભૂલી શકે છે ખરો?
૦
૦
૦
For Private And Personal Use Only