________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય પંડિતજી તરફ જોવા લાગી. પરંતુ એનું મન અને એનાં નયન વારંવાર અમર તરફ વળતાં હતાં. અમરની દૃષ્ટિ સ્થિર હતી, પંડિતજી તરફ. અલબત્ત, એના મનમાં તો સુરસુંદરી જ ઘુમરાતી હતી. પણ એનો સંકલ્પ હતો સુરસુંદરી તરફ નહીં જોવાનો.
મધ્યાહ્નકાલે અવકાશ મળ્યો. પંડિતજી અમરકુમારને પાઠશાળા સોંપીને પોતાના ઘરે ચાલ્યા ગયા. થોડાક દિવસોથી પંડિતજીનું સ્વાથ્ય સારું રહેતું ન હતું.
અમરકુમાર મૌન હતો. હમેશાં વાચાળ રહેતા અમરકુમારના મૌને સહુ છાત્ર-છાત્રાઓને વ્યથિત કર્યા. સુરસુંદરી પણ પોતાના સ્થાને મૌન બેઠી હતી... એને સૂઝતું ન હતું કે એ અમરકુમારને કેવી રીતે બોલાવે... કદાચ બોલાવે... અને અમર ન બોલે તો? બોલે પણ ખૂબ ગુસ્સે થઈ જાય તો? કદાચ પોતે પોતાનું અપમાન સહન ન કરી શકે તો? અપમાન સહન કરવાની માનસિક તૈયારી કરીને આવેલી સુરસુંદરીનો પોતાની જાત ઉપરનો વિશ્વાસ ડગી ગયો.
અમર બીજા છાત્રોને સ્વાધ્યાય કરાવતો રહ્યો. જો કે સ્વાધ્યાય કરાવવામાં એને રસ નહોતો. સ્વાધ્યાય કરવામાં છાત્રોને રસ નહોતો. અમરકુમારને પ્રસન્ન કરવા... એને પ્રફુલ્લિત કરવા માટે છાત્ર-છાત્રાઓ પ્રયત્નો કરતાં હતાં... પરંતુ અમરની ગમગીની દૂર ન થઈ. એની ઉદાસીનતા ઓછી ન થઈ. કોઈ છાત્ર-છાત્રાએ મધ્યાહ્નકાલે અલ્પાહાર ન કર્યો. સહુના અલ્પાહારના ડબ્બા બંધ જ રહ્યા. સુરસુંદરી જાણે પાઠશાળામાં એકલી અટૂલી પડી ગઈ. કોઈ છાત્ર-છાત્રા એની સાથે બોલતાં ન હતાં. સુરસુંદરીનું હૃદય વ્યથાથી અત્યંત વ્યાકુળ બની ગયું.
અમરકુમારે આજે પણ પાઠશાળાને વહેલી બંધ કરી. સહુ છાત્ર-છાત્રાઓ ચાલ્યાં ગયાં. પરંતુ સુરસુંદરી પોતાની જગાએ જ બેસી રહી. અમરકુમાર પાઠશાળાના દ્વાર પાસે ઊભો રહ્યો હતો.. એનું મુખ પાઠશાળાની બહારના મેદાન તરફ હતું. સુરસુંદરી ચુપચાપ અમરની પાસે આવીને ઊભી રહી ગઈ...
અમર...' સુરસુંદરીએ ધ્રૂજતા સ્વરે અમરને બોલાવ્યો, પરંતુ અમારે મુખ ન ફેરવ્યું.
અમર, હું મારી ભૂલની ક્ષમા માગું છું.' સુરસુંદરી અમરની સામે જઈને ઊભી રહી. એની આંખમાંથી આંસુની ધારા વહી રહી.
For Private And Personal Use Only