________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય આજે શું બની ગયું આ બધું? મેં કેવાં કઠોર વચન બોલી નાંખ્યાં? અરેરે.. મને શું થઈ ગયું આજે? મારા અમરને મેં કેવું કેવું કહી દીધું? અરે, એણે મારી સાત કોડી મને પૂછ્યા વિના લઈને ઉજાણી કરી તો એમાં ક્યાં મારું રાજ લૂંટાઈ ગયું હતું? મારા ભાગની મીઠાઈ મને આપતાં એ કેટલો ખુશ હતો? મેં આજે એને નારાજ કરી દીધો... એના હૃદયને તોડી નાંખ્યું.. બધાં છાત્રછાત્રાઓની વચ્ચે મેં એનું અપમાન કરી દીધું. એને ઉતારી પાડ્યો.. ગમે તેમ તોયે એ પાઠશાળાનો શ્રેષ્ઠ છાત્ર છે! એની હોશિયારી પર તો હું ગૌરવ લઉ છું? મને એની વાણી ગમે છે... મને એનું મુખડું ગમે છે... મને એની ચાલ ગમે છે... મને એનું બધું જ ગમે છે... અને મેં આજે એને ઝેર જેવી વાણી સંભળાવી દીધી... અહો, ધિક્કાર છે મારી જાતને....
હવે? હવે એ મારી સાથે નહીં બોલે? હા, નહીં બોલે - મારી સામે પણ નહીં જુએ...
સુરસુંદરીની આંખો આંસુથી છલકાઈ ગઈ... ફરી તે ધ્રુસકાં નાંખતી રડી પડી... સ્વગત બોલવા લાગી
ના, ના, અમરની હું ક્ષમા માગીશ... એના પગમાં પડીને ક્ષમા માગીશ. એ જરૂર મને ક્ષમા આપશે.. જો એ મારી સામે નહીં જુએ તો હું જીવી નહીં શકું... એ મને નહીં બોલાવે તો હું ભોજનનો ત્યાગ કરીશ. એ મારા પર ગુસ્સો કરશે તો કરવા દઈશ... એ મને કડવાં વેણ કહેશે તો હું ચુપચાપ સાંભળી લઈશ... એ મારું અપમાન કરશે તો કરવા દઈશ... પણ અમર વિના મને નહીં ચાલે. એ તો મારા હૃદયનો દેવ છે...
મને શ્રદ્ધા છે મારા અમર પર, એ મને નહીં તરછોડે... એ મારો અપરાધ ભૂલી જશે.... એ મને હસીને બોલાવશે... અમારી મિત્રતા નહીં તૂટે. હું તૂટવા નહીં દઉં... અમારી મિત્રતા અમર રહેશે...
બીજા દિવસે જ્યારે સુરસુંદરી પાઠશાળામાં આવી ત્યારે પાઠશાળામાં અભ્યાસ ચાલુ થઈ ગયો હતો. પંડિતજી સુબુદ્ધિ અધ્યયન કરાવી રહ્યા હતા. સુરસુંદરીએ પંડિતજીને નમસ્કાર કર્યા અને પોતાની જગાએ બેસી ગઈ.
એણે અમર તરફ જોયું... અને એના હૃદયમાં ચિરાડો પડ્યો. અમરનું મુખ પ્લાન હતું. મુખ પર ઉદાસીનતા હતી. એની દૃષ્ટિ પંડિતજી તરફ હતી. સુરસુંદરીની આંખો ભીની થઈ ગઈ. પણ તુરત વસ્ત્રથી આંખો લૂછીને તે
For Private And Personal Use Only