________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
પ્રીત કિયે દુઃખ હોય શ્રીમતીએ પટારાના ચોથા ખાનામાં રાજાને પૂર્યો અને તાળું મારી દીધું! દાસીને કહ્યું. “બસ, કામ પતી ગયું. હવે બે ઘડી વિશ્રામ કરી લઈએ. સવારની વાત સવારે...'
બંને સૂઈ ગઈ. સવારે નગરમાં વાત પ્રસરી ગઈ કે “શ્રીદત્ત શ્રેષ્ઠી પરદેશમાં મૃત્યુ પામ્યા છે.” રાજાના રાજ્યમાં નિયમ હતો કે પુત્રરહિત માણસ મરી જાય તો એની સંપત્તિ રાજા લઈ લે.
રાજપુરુષો રાજમહેલમાં ગયા... પણ રાજમહેલમાં મહારાજા ન હતા. મહારાણીને કહ્યું: “શ્રીદત્ત શ્રેષ્ઠી અપુત્રીયા મરી ગયા છે. તેમની સંપત્તિ મંગાવી લેવી જોઈએ..” રાણીએ રાજાની તપાસ કરાવી. પણ ક્યાંથી મળે રાજા? મહામંત્રીની તપાસ કરાવી... તે પણ ન મળ્યા. સેનાપતિ અને પુરોહિત પણ ન મળ્યા... રાજપુરુષોને આશ્ચર્ય થયું. રાણીએ કહ્યું: “કોઈ મહત્ત્વના કાર્ય અંગે ચારે જણા કોઈ ગુપ્ત જગ્યાએ ગયા લાગે છે. તમે જાઓ અને શ્રીદત્ત શેઠની સંપત્તિ મારી પાસે જ લઈ આવો.”
રાજપુરુષો શ્રીદત્તની હવેલીએ પહોંચ્યા. શ્રીમતીને કહ્યું: “શેઠની સંપત્તિ લેવા અમે આવ્યા છીએ.”
ભાઈઓ, લઈ જાઓ બધી જ સંપત્તિ. આ પટારામાં શેઠ બધી જ સંપત્તિ મૂકી ગયા છે.. આખો પટારો જ લઈ જાઓ...'
રાજપુરુષો પટારો ઉપાડવા લાગ્યા.. પટારો ખૂબ ભારે હતો... ખુશ થઈ ગયા. “પટારામાં અઢળક સંપત્તિ લાગે છે..'
પટારો રાજમહેલમાં મહારાણી પાસે લઈ જવામાં આવ્યો. મહારાણીએ વિચાર કર્યો: “મહારાજા આવીને પટારો ખોલે, એ પહેલાં હું ખોલીને મને ગમે તે અલંકારો કાઢી લલીરાજપુરુષો પાસેથી પટારાની ચાવીઓ લઈ લીધી.
રાણીએ પહેલું ખાતું ખોલ્યું... કે ઝટ અંદરથી પુરોહિતજી બહાર નીકળ્યા! રાણી ચમકી ગઈ... “આ શું? તમે પટારામાં ક્યાંથી!' રાણીએ પૂછયું. મહાદેવી, હજુ બીજાં તાળાં ખોલો.. પછી મને મારા ગુનાની સજા કરજો...” રાણીએ બીજું ખાતું ખોલ્યું... સેનાપતિજી પ્રગટ થયા! રાણીએ ત્રીજું ખાતું ખોલ્યું.. મહામંત્રી નીકળી આવ્યા!
For Private And Personal Use Only