________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૬૫ “તો આ પટારામાં ઘૂસી જા.'
પુરોહિતને પટારાના એક ખાનામાં ઘુસાડીને તાળું મારી દીધું. હવેલીનો દરવાજો ખોલ્યો. સેનાપતિજીનું સ્વાગત કર્યું... સેનાપતિ પણ મૂલ્યવાન રત્નો લઈને આવ્યો હતો. શ્રીમતીએ રત્નો લઈને તિજોરીમાં મૂકી દીધાં.. અને પછી સેનાપતિની સેવા-ભક્તિ શરૂ કરાવી... બીજો પ્રહર પૂરો થઈ ગયો! અને હવેલીના દરવાજે ટકોરા પડ્યા....
સેનાપતિ ગભરાયો. તેણે પૂછયું, “કોણ આવ્યું હશે?' શ્રીમતી દરવાજે જઈને પાછી આવી. “મહામંત્રી આવ્યા છે.' હું? મરી ગયો. મને બચાવ... હવેલીમાં ક્યાંક છુપાવી દે મને...”
શ્રીમતિએ સેનાપતિને પટારાના બીજા ખાનામાં પૂરી દીધો અને તાળું મારી દીધું. - હવેલીનો દરવાજો ખોલ્યો. મહામંત્રીની પધરામણી થઈ! સ્વાગત થયું. મહામંત્રી નવલખો હાર ભેટ આપવા લાગ્યા હતા. શ્રીમતીએ હાર લઈને તિજોરીમાં મૂકી દીધો અને મહામંત્રીની સેવા-ભક્તિ શરૂ કરાવી... એક પ્રહર સુધી સેવા ચાલતી રહી. ચોથા પ્રહરની શરૂઆત થઈ. ને દરવાજો ખખડ્યો... મહામંત્રી ગભરાયો... “કોણ હશે?” શ્રીમતી દરવાજે જઈને પાછી આવી. મહારાજા પધાર્યા છે...”
‘હું? મહારાજા? મરી ગયો.. બચાવ મને... ગમે ત્યાં છુપાવી દે... તારા પગમાં પડું છું.'
શ્રીમતીએ મહામંત્રીને પટારાના ત્રીજા ખાનામાં પૂરી દીધો ને તાળું મારી
દીધું.
દરવાજો ખોલ્યો. મહારાજા હવેલીમાં દાખલ થયા. શ્રીમતીએ સ્વાગત કર્યું. રાજાએ મૂલ્યવાન અલંકારો ભેટ આપ્યા. શ્રીમતીએ અલંકારોને તિજોરીમાં મૂકી દીધા. મહારાજાની સેવા-ભક્તિ શરૂ થઈ. બે ઘડી પસાર થઈ ન થઈ... ત્યાં તો હવેલીની બહાર કોઈ સ્ત્રી છાતીફાટ રુદન કરતી આવી.. હવેલીનાં વાર જોરજોરથી ખખડાવતી બોલી : “અરે... શ્રીમતિ... દરવાજો ખોલ... ખૂબ માઠા સમાચાર છે.... તારો પતિ પરદેશમાં મરી ગયો. જલદી દ્વાર ખોલ..' - શ્રીમતી ધડામ કરતી જમીન પર પટકાઈ પડી... ને ઘોર રુદન કરવા લાગી...રાજા ગભરાયા... તેણે કહ્યું : “પહેલાં તું મને ક્યાંક સંતાડી દે.. પછી દ્વાર ખોલજે..
For Private And Personal Use Only