________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૪
હોય
પ્રીત કિયે ખ શ્રીમતી પોતાની હવેલીએ આવી ગઈ. તેણે પુરોહિતને, સેનાપતિને, મહામંત્રીને અને રાજાને બરાબરનો બોધપાઠ આપી દેવાની સુંદર યોજના વિચારી લીધી.
તે પોતાની પડોસણ પાસે ગઈ અને તેને સો સોનામહોરો આપીને કહ્યું: ‘બહેન, મારું એક કામ કરીશ?’ પડોસણે કહ્યું: ‘એક નહીં, બે કામ કરીશ...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તો સાંભળ, આજે રાત્રિની ચાર ઘડી બાકી રહે ત્યારે તું મારી હવેલીનાં દ્વાર ખખડાવજે. છાતીફાટ રુદન કરજે... દરવાજો ખોલાવજે. પછી મને કહેજે: ‘લે વાંચ આ પત્ર... તારો પતિ પરદેશમાં મરી ગયો...' બસ, પછી તું જતી રહેજે. ‘બોલ, કરીશને આટલું કામ?' પડોસણે હા પાડી.
શ્રીમતીએ ઘરમાંથી એક મોટો પટારો શોધી કાઢઢ્યો. એ પટારાનાં ચાર મોટાં ખાનાં હતાં અને દરેક ખાનાનો દરવાજો જુદો જુદો હતો. પટારાને પરિચારિકા પાસે ઘસડાવીને શયનખંડમાં ગોઠવાવી દીધો. પરિચારિકાએ કહ્યું: ‘જો સાંભળ, સંધ્યા પછી પુરોહિત અહીં આવશે. તેને ખૂબ આદર આપીને માર શયનખંડમાં લઈ આવજે. પછી હું તને આજ્ઞા કરું તેમ એક પછી એક કામ કરતી જજે... પહેલો પ્રહર એ રીતે વિતાવી દેવાનો છે.' પરિચારિકા ચતુર હતી. શ્રીમતીની વાત સમજી લીધી.
રાત્રિનો અંધકાર છવાયો અને પુરોહિત આવી પહોંચ્યો. દાસીએ સ્વાગત કર્યું. શયનખંડમાં લઈ આવી. શ્રીમતીએ સોળ શણગાર સજ્યા હતા... આંખોના કટાક્ષ કરીને પુરોહિતના મનને વીંધી નાંખ્યું. પુરોહિત લાખ સોનૈયાની કિંમતનાં રત્નો લઈને આવ્યો હતો. તેણે રત્નો શ્રીમતીને આપ્યાં. શ્રીમતીએ રત્નોને ઠેકાણે મૂકી દીધાં. દાસીને કહ્યુંઃ ‘પુરોહિતજીના શરીરે તેલથી અયંગન કરજે, પછી ઉષ્ણ જલથી સ્નાન કરાવજે... ત્યાર બાદ ભોજન કરાવજે અને પછી મારી પાસે લઈ આવજે.'
પરિચારિકાએ એક પ્રહર સુધી પુરોહિતને રમાડચા કર્યો... બીજા પ્રહરનો પ્રારંભ થયો ને હવેલીનો દરવાજો ખખડ્યો... પુરોહિત ગભરાયો. શ્રીમતી દરવાજે જઈને પાછી આવી.
‘કોણ આવ્યું છે?’ પુરોહિતે પુછ્યું.
‘સેનાપતિ!’
‘હૈં? અત્યારે... સેનાપતિ? મારું શું થશે? મને બચાવ...’ ‘કેવી રીતે બચાવું?’
‘ગમે ત્યાં છુપાવી દે... તારા પગે પડું છું...'
For Private And Personal Use Only