________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૬૧ એવો કોઈ લંપટ મારી પાસે આવી ચઢે તો ટીપીને રોટલો જ બનાવી દઉં!' ત્રીજી રાણી બોલી ઊઠી.
‘તમે વિદ્યાધર-સ્ત્રીઓ છો. તમારી પાસે વિદ્યાશક્તિઓ છે... તમે એવા લંપટ પુરુષોનો સામનો કરી શકો એમ છો. પરંતુ જે સ્ત્રી પાસે વિદ્યાશક્તિ ન હોય કે શારીરિક બળ ન હોય... તેનું શું થાય?
એ વાત બરાબર છે. સાવધાનીની દૃષ્ટિએ, પરપુરુષોની આંખોમાં વિકાર પેદા કરે તેવા શણગાર ન જવા જોઈએ. રાણીઓને સુરસુંદરીની વાત ગળે ઊતરી ગઈ.
“અરે, શણગાર ને સજ્યા હોય છતાં રૂપ પર મોહિત થઈ જાય છે ને પુરુષો...? તો પછી શણગાર સજ્યા હોય તેના પર મોહિત થતાં વાર કેટલી? પતિની અનુપસ્થિતિનો લાભ ક્યારેક પતિના જ મિત્રો ઉઠાવતા હોય છે... પતિનો માલિક હોય તો તેની દૃષ્ટિ પણ બગડે છે... આ વિષયમાં મને એક વાર્તા યાદ આવે છે...' “કહોને એ વાર્તા! તમે ક્યાં સાંભળેલી?” “મારી ગુરુમાતા સાધ્વી સુવ્રતા પાસે. મને ધાર્મિક અધ્યયન પણ એમણે જ કરાવેલું.'
એ વાર્તા તો હવે કહેવી જ પડશે..' ચારેય રાણીઓ વાર્તા સાંભળવા આતુર થઈ ગઈ. સુરસુંદરીએ વાર્તાનો પ્રારંભ કર્યો.' ‘વસંતપુર નામનું નગર હતું. ' તે નગરમાં એક સમૃદ્ધ શ્રેષ્ઠી વસતો હતો. તેનું નામ શ્રીદત્ત હતું. શ્રદત્તની પત્ની શ્રીમતી શીલવતી અને ગુણવતી હતી.
શ્રદત્તને રાજપુરોહિત સુરદત્ત સાથે ગાઢ મિત્રતા હતી. બંનેને એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. એક દિવસ શ્રીદત્ત વ્યાપાર માટે પરદેશ જવાનો નિર્ણય કર્યો. તેણે સુરદત્તને કહ્યું:
‘મિત્ર, હું પરદેશ જાઉં છું. જો કે જેમ બને તેમ હું શીધ્ર પાછો આવીશ... પરંતુ મારી અનુપસ્થિતિમાં મારા ઘરની તારે સંભાળ રાખવાની છે. શ્રીમતીને કોઈ આપત્તિ ન પડવી જોઈએ.'
સુરદત્તે કહ્યું: “શ્રીદત્ત તું તારે નિશ્ચિત રહેજે. ખૂબ ધનોપાર્જન કરીને વહેલો પાછો આવજે. તારા ઘરની હું સંપૂર્ણ સંભાળ રાખીશ.”
For Private And Personal Use Only