________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬o
પ્રીત કિયે દુઃખ હોય આપણા મસ્તકે તિલક જોઈએ ને? તપશ્ચર્યાનું તિલક જોઈએ. આપણા જીવનમાં નાની-મોટી કોઈ ને કોઈ તપશ્ચર્યા જોઈએ.
આ તમે રત્નો અને મણિથી મઢેલાં મને કંગન પહેરાવ્યાં છે ને? એ વધારે ત્યારે શોભે જો હું આ બે હાથથી સુપાત્રદાન આપું! અનુકંપા-દાન આપું! આપણા હાથ દાનથી શોભે, દાન એ જ આપણાં સાચાં કેગન છે.
આપણા ઓષ્ઠ પાન-તાંબૂલથી લાલ કરીએ છીએ. પરંતુ ખરેખર તો સત્ય અને પ્રિય વાણી એજ આપણું તાંબૂલ જોઈએ. આપણી વાણી અસત્ય અને અપ્રિય ન હોવી જોઈએ. મારી ચારેય ભાભીઓની વાણી કેવી મધુર છે! કેવી સત્ય અને હિતકારિણી છે? માટે તો હું તમને મોહી પડી!'
ચારેય રાણીઓ શરમાઈ ગઈ. તેમની દૃષ્ટિ જમીન પર ખોડાઈ ગઈ.. સુરસુંદરીએ પ્રેમથી ચારેયનાં મુખ ઊંચાં કર્યો, અને પોતાની વાત આગળ લંબાવી. •
મારી આંખોમાં તમે કાજળ આંક્યું ને? હવે મારી આંખો વધુ સુંદર લાગે છે ને? એથીય વધુ સુંદર તમારી આંખો મને દેખાય છે. કારણ કે તમારી આંખોમાં લજ્જાનું કાજળ અંજાયેલું છે...! સ્ત્રીની આંખોમાં લજ્જા હોય છે તે બીજાના હૈયામાં વસી જાય છે. શણગાર સજવાનો હેતુ પણ બીજાના હૈયે વસી જવાનો જ હોય છે.'
“અહો... કેવો ગુણનિષ્પન્ન શણગાર તમે બતાવ્યો બહેન! સ્ત્રીનો આ જ સાચો શણગાર છે.. અને આ સાંભળ્યા પછી મને સમજાયું કે તમે શા માટે શણગાર સજવાની ના પાડતાં હતાં...'
આવો અદ્ભુત શણગાર... ગુણોનો શણગાર તમે સજેલો જ છે.. પછી આ બધો બાહ્ય શણગાર તમને ના જ આકર્ષે!” બીજી રાણી બોલી ઊઠી.
એક વાત મને સમજાઈ નહીં...” ત્રીજી રાણી બોલી. કઈ વાત?' સુરસુંદરીએ પૂછ્યું.. “પતિના વિરહકાળમાં સ્ત્રીએ બાહ્ય શણગાર ન જવો જોઈએ તે!'
એ વાત તમને સમજાવું. આ દુનિયામાં શીલવતી નારી માટે મોટામાં મોટો શત્રુ હોય તો તે તેનું રૂપ છે. આ દુનિયાના મોટા ભાગના પુરુષો પરસ્ત્રીના રૂપમાં મોહિત થતા હોય છે. મોહાંધ પુરુષ પરસ્ત્રીના શીલને લૂંટવા તૈયાર થઈ જતા હોય છે. હવે, જો રૂપવતી નારી પતિની અનુપસ્થિતિમાં શણગાર સજે તો એના શીલ માટે મોટો ભય ઊભો થાય કે નહીં?'
For Private And Personal Use Only