________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૧૫૯ સુરસુંદરી હસી પડી. તેણે કહ્યું: “ઓહો, આટલી વાત કહેવા માટે આટલી લાંબી પ્રસ્તાવના શા માટે કરી?'
એટલા માટે કે તમે પહેલા જ દિવસે શણગાર સજવાની ના પાડી હતી.' ‘તમારી વાત સાચી... મેં ના પાડી હતી. પરંતુ હવે હું તમને ના પાડી શકે એમ નથી ને?'
કેમ? ચારેય બોલી ઊઠી. ‘તમારા પ્રેમે મને જીતી લીધી છે... હું તમારી કોઈ વાત ટાળી શકું એમ નથી.'
ચારેય રાણીઓની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ. તેમનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો... સુરસુંદરીએ કહ્યું:
‘તમે મને જે સ્નેહનું અમૃતપાન કરાવી રહ્યાં છો, તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મેં તમને પહેલા દિવસે શણગાર સજવાની ના પાડી હતી તેનું કારણ બતાવું?”
હા, હા, જરૂર બતાવો.”
પતિના વિરહકાળમાં હું શણગાર સજવાનું પસંદ નથી કરતી! વળી, મને બાહ્ય શણગાર સજવાનો ઉમળકો પણ નથી જાગતો..પરંતુ આજે તો તમને ના નહીં પાડું!'
ચારેય રાણીઓ પ્રસન્ન થઈ ગઈ. તેમણે સુરસુંદરીને શ્રેષ્ઠ વસ્ત્રો પહેરાવ્યાં, મૂલ્યવાન સુંદર અલંકારોથી શણગાર કર્યો. સુરસુંદરીનું રૂપ શતગુણ વધી ગયું.
હવે, હું તમને આપણો-સ્ત્રીઓનો આધ્યાત્મિક શણગાર બતાવું!' બતાવો.. બતાવો...” ચારેય રાણીઓ સુરસુંદરીની સામે ગોઠવાઈ ગઈ.
આપણે “સમ્યગ્દર્શન” ની સુંદર સાડી પહેરવી જોઈએ. સમ્યગ્દર્શન એટલે શ્રદ્ધા! વીતરાગ-સર્વજ્ઞ પરમાત્મા ઉપર, મોક્ષમાર્ગે ચાલતા સંયમી સદ્ગુરુઓ ઉપર અને સર્વજ્ઞભાષિત ધર્મ ઉપર શ્રદ્ધા સ્થાપિત કરવી... આ શ્રદ્ધાનાં ચીર, આપણો પહેલો શણગાર છે.'
આપણાં સ્ત્રીઓનાં વસ્ત્રોમાં મહત્ત્વનું વસ્ત્ર છે કંચુક, દયા-કરુણાનો કંચુક પહેરવાનો છે! સ્ત્રી કરુણાની મૂર્તિ હોય.. ક્ષમાની મૂર્તિ હોય.
આપણા ગળામાં શીલનો નવલખો હાર શોભતો હોય! આપણો આ કીમતીમાં કીમતી હાર છે. પ્રાણ જાય તો ભલે જાય, આપણું શીલ ન લૂંટાવું જોઈએ.
For Private And Personal Use Only