________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચો પ્રેમ પ્રદાન કરાવ્યા વિના ન રહે...! પોતાની પાસે જે શ્રેષ્ઠ હોય, જે ઉત્તમ હોય...જે સુંદર હોય તેનું સમર્પણ કરાવે પ્રેમના પાત્રમાં! વિદ્યાધરરાજની ચારેય રાણીઓ સુરસુંદરીના જ્ઞાન અને ગુણો પર ઓવારી ગઈ હતી. સુરસુંદરી સમગ્ર રાજમહેલ પર છવાઈ ગઈ હતી. નગરીમાં પણ સુરસુંદરીના ગુણોનાં ગીત ગવાઈ રહ્યાં હતાં.
એક દિવસની વાત છે.
સુરસુંદરી શ્રી નવકારમંત્રનો જાપ પૂર્ણ કરીને ઊઠી હતી અને ચારેય રાણીઓ એની પાસે જઈ પહોંચી. સુરસુંદરીએ પ્રેમથી આવકાર આપ્યો. એક રાણીએ કહ્યું: “બહેન, આજે તમારા મુખ પર અપૂર્વ પ્રસન્નતાનાં દર્શન થાય છે!”
સાચી વાત છે તમારી! આજે પંચપરમેષ્ઠિ ભગવંતોના ધ્યાનમાં ખૂબ આનંદ અનુભવ્યો! ભગવદ્ધ્યાનમાં મન લીન થયું..”
અમને પણ પંચપરમેષ્ઠિનું ધ્યાન કરતાં શીખવો તો!” અવશ્ય, તમને શીખવવામાં મને આનંદ થશે.' ક્યારે શીખવશો?’ આજે જ! હમણાં જ.' “ના, હમણાં નહીં, હમણાં તો અમારે તમને કંઈક શીખવવું છે!' ને ચારેય રાણીઓએ એક બીજા સામે જોઈને હસી પડી. સુરસુંદરીને કંઈ સમજાયું નહીં. તે વારાફરતી ચારેય રાણીઓ સામે જોઈ રહી. મોટી રાણીએ સુંદરીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું:
અમારી વહાલી બહેન, આજે તમારે અમારી એક વાત માનવી પડશે..” ‘તમારી કઈ વાત મેં નથી માની...?”
“એટલે તો અમને તમારા પર પ્રેમ થઈ ગયું છે! આજે અમે નિર્ણય કરીને આવ્યાં છીએ... આજે અમે અમારી નણંદને સુંદર વસ્ત્રોથી અને મૂલ્યવાન અલંકારોથી શણગારીશું.! તમારે ના નથી કહેવાની...”
For Private And Personal Use Only