________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
પ્રીત કિયે દુઃખ હોય “હા, સમયે સમયે અનંત કર્મ બંધાય છે...' પછી જીવનો છુટકારો ક્યારે?' નવાં કર્મ ન બાંધે અને જૂનાં બંધાયેલાં કર્મનો નાશ કરે ત્યારે!! “શું એવી પણ સ્થિતિ આત્માની હોઈ શકે કે એ શુભાશુભ કોઈ પ્રવૃત્તિ ન કરતો હોય?”
હા! પૂર્ણ જાગૃતિની એ પળો હોય છે! શુભ કે અશુભ કોઈ જ પ્રવૃતિ
નહીં!
તો એ કરે શું?
કંઈ પણ ન કરવાનું કરે!” સ્વ-સ્વરૂપમાં રમણતા! શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા! આત્મગુણોમાં રમણતા!'
આ તો અદ્દભુત વાત છે!' પહેલી રાણીએ કહ્યું. ચોથો પ્રહર વીતી રહ્યો હતો. ભોજનવેળા થઈ ગઈ હતી. “ચાલો નીચે, ભોજનનો સમય થઈ ગયો છે,' રાણીએ કહ્યું. ‘તમે રાત્રિ-ભોજન નથી કરતાં?'
“ના, સૂર્યાસ્ત પૂર્વે જ તમારા ભાઈ અને અમે સહુ ભોજન કરી લઈએ છીએ.'
ઘણું જ ઉત્તમ!' નણંદ અને ભોજાઈઓ નીચે આવી.. ત્યાં રત્નજી પણ આવી પહોંચ્યો હતો. સુરસુંદરી સામે જોઈ પૂછ્યું:
બહેન, તને તારી આ ભાભીઓએ વિશ્રામ કરવા દીધો કે નહીં?' એક પ્રહર પૂરો!” સહુએ પ્રસન્નચિત્તે ભોજન કર્યું.
0
0
0
For Private And Personal Use Only